Not Set/ પાંચ રાજ્યોમાં હાર થતા પીએમ મોદી વિરોધીઓ સક્રિય : લખનઉમાં લાગ્યા હોર્ડિંગ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેટલાક હોર્ડિંગ બુધવારે ચર્ચામાં આવ્યા હતા. જેના પર યોગી ફોર પીએમ લખ્યું હતું. હોર્ડિંગમાં એક તરફ પીએમ મોદીની તસ્વીર છે, અને બીજી તરફ યોગીની. પીએમની તસ્વીર નીચે લખ્યું છે જુમલેબાજીનું નામ મોદી અને યોગીની તસ્વીર નીચે લખ્યું છે હિન્દુત્વની બ્રાન્ડ યોગી. રાજધાનીમાં 2-3 સ્થળો પર રાત્રે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. […]

Top Stories India
પાંચ રાજ્યોમાં હાર થતા પીએમ મોદી વિરોધીઓ સક્રિય : લખનઉમાં લાગ્યા હોર્ડિંગ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેટલાક હોર્ડિંગ બુધવારે ચર્ચામાં આવ્યા હતા. જેના પર યોગી ફોર પીએમ લખ્યું હતું. હોર્ડિંગમાં એક તરફ પીએમ મોદીની તસ્વીર છે, અને બીજી તરફ યોગીની. પીએમની તસ્વીર નીચે લખ્યું છે જુમલેબાજીનું નામ મોદી અને યોગીની તસ્વીર નીચે લખ્યું છે હિન્દુત્વની બ્રાન્ડ યોગી.

રાજધાનીમાં 2-3 સ્થળો પર રાત્રે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. કોઈએ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હોર્ડિંગમાં જોયું કે, 10 ફેબ્રુઆરીએ લખનઉના રમાબાઈ મેદાનમાં થનારી કોઈ ધર્મ સંસદ વિષે લખ્યું હતું.

હોર્ડિંગમાં સૌથી ઉપર યોગી લાવો, દેશ બચાવો લખ્યું હતું. ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ થનારી ધર્મ સંસદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેના દ્વારા લગાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે. વિવાદિત હોર્ડિંગ પોલીસે કબ્જામાં લઇ લીધું છે.