Not Set/ મંદસૌર રેપ કેસ : ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા બે આરોપીઓને કોર્ટે ફટકારી ફાંસીની સજા

મંદસૌર, મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સાત વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરાયા હોવાની ઘટના સામે આવ્યા બાદ આરોપીઓને સખ્ત સજા થાય તે માટેની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે કોર્ટ દ્વારા બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. Mandsaur 7 year old girl rape case: Court pronounces death sentence to the two accused Irfan and Asif. #MadhyaPradesh […]

Top Stories India Trending
Death Sentence mp મંદસૌર રેપ કેસ : ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા બે આરોપીઓને કોર્ટે ફટકારી ફાંસીની સજા

મંદસૌર,

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સાત વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરાયા હોવાની ઘટના સામે આવ્યા બાદ આરોપીઓને સખ્ત સજા થાય તે માટેની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે કોર્ટ દ્વારા બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

મંદસૌરની ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવતા રેપ કેસના આરોપીઓ ઈરફાન અને આસિફને ફાંસીની સજા ફટકારી છે. આ પહેલા કોર્ટ દ્વારા આરોપીઓને દોષી માનતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

મંદસૌરના બહુચર્ચિત રેપ કેસ મામલે કોર્ટમાં ટ્રાયલ ૨૦ જુલાઈના રોજ શરુ થયું હતું. આ દરમિયાન દોષીઓ વિરુધ ૩૭ સાક્ષીઓ રજુ કરાયા હતા. ત્યારબાદ ૮ ઓગષ્ટ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ ૧૪ ઓગષ્ટના રોજ બંને પક્ષોમાં ચર્ચા થઇ હતી જેમાં ૨૧ ઓગષ્ટના રોજ કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો છે.

આ પહેલા મંદસૌર રેપ પીડિતાની તસ્વીરને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાવાળી નર્સની પોલીસે ધરપકડ કરી હતી.

૭ વર્ષની માસૂમ બાળકીની તસ્વીર લેવાના આરોપમાં ઇન્દોરના એમ વાય હોસ્પિટલની નર્સ વિરુધ જે જે એક્ટ, પોક્સો એક્ટ  (ધારા- ૨૩) અને IPCની ધારા ૨૨૮ (ક) હેઠળ કેસ દાખલ કરાયો હતો.

શું હતો આ મામલો ?

મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત ૨૬ જૂનના રોજ ૭ વર્ષની બાળકી જયારે પોતાની સ્કૂલની બહાર રાહ જોતી હતી. આ સમયે બે આરોપીઓ ઈરફાન અને આસિફે તેને જોઇને તેને મીઠાઈની લાલચ આપીને પોતાની સાથે લઇ ગયા હતા.

આ બંને આરોપીઓ લક્ષ્મણ ગેટ પહોચીને તેની સાથે બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ મૃત સમજીને કોઈ જગ્યા પર દેહને ફેંક્યો હતો.

જો કે આ ઘટના એટલી કંમ્પાવનારી હતી કે તેને ૨૦૧૨ની દિલ્હી ગેંગરેપની ઘટનાની યાદ અપાવી હતી. આ માસૂમ બાળકીની સારવાર કરી રહેલા ડોકટરોએ પણ કહ્યું હતું કે, છોકરીનું નાક ખુબ ખરાબ રીતે કાપવામાં આવ્યું હતું તેમજ તેના પ્રાઈવેટ પાર્ટને પણ રોડ નાખવામાં આવ્યો હતો.