Not Set/ ૫ રાજ્યોની ચૂંટણીમાં PM મોદીએ ગુજરાત કરતા પણ યોજી ઓછી રેલીઓ, જુઓ આ આંકડા

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આ દરમિયાન ૭ ડિસેમ્બરના રોજ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજવાનું છે. જો કે આ પહેલા બંને રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારને  લઇ પોતાની તાકાત અજમાવવામાં આવી હતી. આં દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ […]

Top Stories India Trending
नरेंद्र मोदी ૫ રાજ્યોની ચૂંટણીમાં PM મોદીએ ગુજરાત કરતા પણ યોજી ઓછી રેલીઓ, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આ દરમિયાન ૭ ડિસેમ્બરના રોજ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજવાનું છે.

જો કે આ પહેલા બંને રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારને  લઇ પોતાની તાકાત અજમાવવામાં આવી હતી. આં દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે.

Related image

આ વચ્ચે પીએમ મોદી દ્વારા આ રાજ્યોમાં ભાજપની નૈયા પાર કરાવવા માટે જાહેરસભાને સંબોધી હતી, જેમાં મધ્યપ્રદેશ સૌથી આગળ છે.

આ પાંચ રાજ્યોમાં વડાપ્રધાને એમપીમાં ૧૦, તેલંગાણામાં ૫, છત્તીસગઢમાં ૪ રેલી, જયારે મિઝોરમ અને રાજસ્થાનમાં ૧-૧ રેલી યોજી હતી.

Related image

પરંતુ જોવામાં આવે તો, પીએમ મોદીએ આ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પોતાના ગૃહરાજય ગુજરાત કરતા પણ ઓછી રેલીઓ કરી છે.

ગુજરાતમાં તેઓએ ૧૮૨ સીટો માટે ૩૪ જાહેરસભાઓને સંબોધી હતી, જયારે આ પાંચ રાજ્યોની કુલ ૬૭૯ બેઠકો માટે માત્ર ૩૨ રેલીઓ કરી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન તેઓએ ૪૦૪ સીટો માટે ૨૪ જાહેરસભાઓને સંબોધી હતી.

જોવામાં આવે તો, આ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ ૩૨ રેલીઓ દ્વારા ૨૧ થી ૨૨ સીટ કવર કરી છે, જયારે ગુજરાતમાં ૧૮૨ સીટો માટે યોજેલી ૩૪ રેલીઓ દ્વારા ૫ થી ૬ સીટ કવર કરી હતી.

ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પીએમ મોદીનો જાદુ કયા રાજ્યમાં ચાલી શકે છે. કારણ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સેમિફાઈનલ સમાન માનવામાં આવી રહી છે.