Not Set/ મોદી સરકાર દલિતોના અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે : મેવાણી

દિલ્લી, મુંબઈ બાદ દિલ્લીમાં દલિત નેતા જીગ્નેશ મેવાણીની મંગળવારે હુંકાર રેલી યોજાવાની હતી. પરંતુ દિલ્લી પોલીસ દ્વારા આ રેલી યોજવાની મંજૂરી ના મળ્યા બાદ પણ જીગ્નેશ મેવાણી, અખિલ ગોગોઈ અને શહલા રશીદ હુંકાર રેલી અને જાહેરસભા માટે સંસદ માર્ગ પહોંચી ચુક્યા છે. પરંતુ આ કાર્યક્રમને લઇ પહેલેથી જ જોવા મળતા વિવાદ બાદ આજે લોકોની પાંખી […]

Top Stories
jignesh મોદી સરકાર દલિતોના અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે : મેવાણી

દિલ્લી,

મુંબઈ બાદ દિલ્લીમાં દલિત નેતા જીગ્નેશ મેવાણીની મંગળવારે હુંકાર રેલી યોજાવાની હતી. પરંતુ દિલ્લી પોલીસ દ્વારા આ રેલી યોજવાની મંજૂરી ના મળ્યા બાદ પણ જીગ્નેશ મેવાણી, અખિલ ગોગોઈ અને શહલા રશીદ હુંકાર રેલી અને જાહેરસભા માટે સંસદ માર્ગ પહોંચી ચુક્યા છે. પરંતુ આ કાર્યક્રમને લઇ પહેલેથી જ જોવા મળતા વિવાદ બાદ આજે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

આ અંગે જણાવતા દલિત નેતા જીન્ગેશ મેવાણીએ જણાવ્યું, આ દેશમાં એક ચુંટાયેલા પ્રતિનિધિને કોઈ યુવાઓની રોજગારી, સામાજિક ન્યાય અને દલિતોને બોલવા દેવામાં આવી રહ્યા નથી.આ કરતા દુર્ભાગ્યપૂર્ણ શું હશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મોદી સરકાર તેઓના અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે અને જો દિલ્લી પોલીસે કાર્યવાહી કરી તો તે દુર્ભાગ્યપૂર્ણ હશે. ભીમસેનાના ચંદ્રશેખર ને પણ નિશાન બનાવ્યા હતા. ભારતના બંધારણના દાયરામાં રહીને અમારું સંઘર્ષ અને આંદોલન ચાલુ રહેશે.

DTEnYxSVAAA6MzX મોદી સરકાર દલિતોના અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે : મેવાણી DTEnZvSVQAAfJvW મોદી સરકાર દલિતોના અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે : મેવાણી

બીજી બાજુ પાર્લામેન્ટ સ્ટ્રીટ પર મેવાણીની વિરુધ પોસ્ટરો લાગ્યા છે જેમાં મેવાણી પર ભડકાઉ ભાષણ આપવા, નક્સલીઓ સાથે સંબંધ અને જાતીય હિંસા કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. તેમજ આ હુંકાર રેલીને લઇ સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, મંગળવારે દલિત નેતા જીગ્નેશ મેવાણીની દિલ્લીમાં હુંકાર રેલી યોજાવાની હતી પણ દિલ્લી પોલીસે એનજીટીના આદેશનું પાલન કરતા હોઈ પાર્લામેન્ટ સ્ટ્રીટ પાસે આ રેલીને મંજુરી આપી ન હતી. દિલ્લી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, મેવાણીને રામલીલા મેદાનમાં રેલી કરવા માટે કહેવામાં આવ્યું છે.