Not Set/ વાયુસેના કેપ્ટને છત પર ઉતાર્યું હેલિકોપ્ટર … પછી શું થયું અહીં જાણો

કેરળમાં પૂર તાંડવ કરી રહ્યું છે. અને 10 દિવસમાં 173 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ વિનાશ વચ્ચે સેના, વાયુસેના અને નૌસેના દેવદૂતની ભૂમિકા ભજવી રહી છે. અહીં સુધી કે વીર જવાનો સાચે જ ફરીશ્તાઓની જેમ જમીન પર ઉતારીને લોકોની જાન બચાવી રહ્યા છે. હકીકતમાં, શૌર્ય ચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એવા વિસ્તારમાંથી 26 […]

Top Stories India
kerala floods pm modi વાયુસેના કેપ્ટને છત પર ઉતાર્યું હેલિકોપ્ટર ... પછી શું થયું અહીં જાણો

કેરળમાં પૂર તાંડવ કરી રહ્યું છે. અને 10 દિવસમાં 173 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ વિનાશ વચ્ચે સેના, વાયુસેના અને નૌસેના દેવદૂતની ભૂમિકા ભજવી રહી છે. અહીં સુધી કે વીર જવાનો સાચે જ ફરીશ્તાઓની જેમ જમીન પર ઉતારીને લોકોની જાન બચાવી રહ્યા છે. હકીકતમાં, શૌર્ય ચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એવા વિસ્તારમાંથી 26 લોકોને એરલિફ્ટ કર્યા, જ્યાં હાલની સ્થિતિમાં કોઈ માણસનું જવું ખુબ મુશ્કેલ હતું. ઘનઘોર વૃક્ષો વચ્ચે કેપ્ટન કુમારે સી કિંગ 42B ચોપરને ઘરની છત પર લઇ જઈને આ લોકોને બચાવ્યા હતા.

1 વાયુસેના કેપ્ટને છત પર ઉતાર્યું હેલિકોપ્ટર ... પછી શું થયું અહીં જાણો

ઓપરેશન ના અંતમાં તેઓ 32 લોકોની જાન બચાવી ચુક્યા હતા. પોતાની બહાદુરી અને વિષમ પરિસ્થિતિઓમાં પણ લોકોની જાન બચાવવાના દૃઢ નિશ્ચયને પૂરો કરતા એમણે એ વાતનો નમૂનો આપ્યો કે સેના કઈ હદ સુધી જઈને રાજ્યમાં લોકોની જાન બચાવી રહી છે. સેના, એનડીઆરએફ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, અને રેપિડ એક્શન ફોર્સ સાથે મળીને રાજ્યને આપદાથી રાહત આપવામાં લાગેલા છે.

આ પહેલા નૌસેનાએ એક વિડિઓ જાહેર કર્યો હતો, જેમાં જોઈ શકાતું હતું કે નેવીનું હેલિકોપ્ટર એક ગર્ભવતી મહિલાને બચાવી રહ્યું છે. વિડિઓમાં જોઈ શકાતું હતું કે મહિલાની મદદ માટે હેલિકોપ્ટર થી દોરડું લટકાવવામાં આવ્યું છે. જેને મહિલાની કમરથી ઉપર બાંધવામાં આવે છે અને ધીમે-ધીમે ઉપર ખેંચવામાં આવે છે. આ દરમિયાન મહિલાના ગર્ભાશય સાથે જોડાયેલી વોટર બેગ પણ લીક થઇ ગઈ હતી. જોકે, બાદમાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ મિશન પૂરું કર્યું કમાન્ડર વિજય વર્માએ.

મહત્વનું છે કે પૂર પ્રભાવિત કેરળમાં સેના દ્વારા ઓપરેશન મદદ ચલાવવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ કાર્ય માટે નેવી, વાયુસેના, આર્મી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફ ની ટિમો કામ કરી રહી છે.