Not Set/ કેન્દ્રીય શ્રમિક સંઘના ૨૦ કરોડ કર્મચારીઓ હડતાળ પર, વાંચો હડતાળનું કારણ

કેન્દ્રીય શ્રમિક સંઘના ૨૦ કરોડ કર્મચારીઓ મંગળવારથી ૨ દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ કર્મચારીઓનો આરોપ છે કે સરકારની નીતિઓ શ્રમિક વિરોધી છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શન માટે આ હડતાળ કરવામાં આવી છે.પગાર વધારા સહિત શ્રમિક સંગઠનની ૧૨ માંગો છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની હડતાળને લીધે ઘણા સેક્ટર પર અસર થશે. West Bengal: Clash between TMC […]

Top Stories India Trending
st કેન્દ્રીય શ્રમિક સંઘના ૨૦ કરોડ કર્મચારીઓ હડતાળ પર, વાંચો હડતાળનું કારણ

કેન્દ્રીય શ્રમિક સંઘના ૨૦ કરોડ કર્મચારીઓ મંગળવારથી ૨ દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ કર્મચારીઓનો આરોપ છે કે સરકારની નીતિઓ શ્રમિક વિરોધી છે.

સરકાર વિરુદ્ધ પ્રદર્શન માટે આ હડતાળ કરવામાં આવી છે.પગાર વધારા સહિત શ્રમિક સંગઠનની ૧૨ માંગો છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની હડતાળને લીધે ઘણા સેક્ટર પર અસર થશે.

પશ્ચિમ બંગાળમાં આ હડતાળે હિંસક રૂપ ધારણ કર્યું હતું.

કેરળમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોટા ભાગના વિસ્તાર રાજ્યમાં બંધ રહ્યા હતા.

એઆઈટીયુસીના મહાસચિવ અમરજીત કૌરે સોમવારે કહ્યું હતું કે શ્રમિક સંગઠન એ સરકારના એકતરફી સુધારોની વિરુદ્ધ છે. અમારી માંગ પુરી કરવામાં નથી આવી.વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ અમે હડતાળ કરી જતી પરંતુ સરકારે કોઈ ધ્યાન નહોતું આપ્યું.વધુમાં તેમણે કહ્યું કે સરકાર રોજગાર વધારવામાં નિષ્ફળ રહી છે અને શ્રમિક સંગઠનની ૧૨ સુત્રીય માંગોને અવગણી રહી છે.