Not Set/ “પોતાની મર્જીથી લગ્ન કરતા વયસ્ક યુગલો મામલે કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી”: ખાપ પંચાયત મામલે SCએ આપ્યો ચુકાદો

દિલ્લી, દેશની ખાપ પંચાયતોને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે લગ્ન માટે ખાપ પંચાયતોની પીટીશન હાથ ધરતા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મુદ્દે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, લગ્નને લઈને ખાપ પંચાયતોનો આદેશ ગેરકાનૂની છે અને વયસ્ક યુગલો પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. Khap Panchayat matter: […]

India
DGGG "પોતાની મર્જીથી લગ્ન કરતા વયસ્ક યુગલો મામલે કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી": ખાપ પંચાયત મામલે SCએ આપ્યો ચુકાદો

દિલ્લી,

દેશની ખાપ પંચાયતોને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે લગ્ન માટે ખાપ પંચાયતોની પીટીશન હાથ ધરતા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મુદ્દે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, લગ્નને લઈને ખાપ પંચાયતોનો આદેશ ગેરકાનૂની છે અને વયસ્ક યુગલો પોતાની મરજીથી લગ્ન કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. આ ત્રણ જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રહુડ શામેલ હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “જયારે બે પુખ્તવયની વ્યક્તિઓ જયારે પોતાની મર્જીથી લગ્ન કરી રહ્યા હોય છે. ત્યારે આ મામલે કોઇ ખાપ પંચાયત અથવા કોઇ સંઘ હસ્તક્ષેપ કરી શકતું નથી”.

આ ઉપરાંત કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે કોઈ કાયદો લાવવામાં નહીં આવે ત્યાં સુધી કોર્ટનો આ ચુકાદો અંતિમ રહેશે.

khap "પોતાની મર્જીથી લગ્ન કરતા વયસ્ક યુગલો મામલે કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી": ખાપ પંચાયત મામલે SCએ આપ્યો ચુકાદો

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટમાં શક્તિ વાહિની નામના એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન (NGO) દ્વારા ખાપ પંચાયતો વિરુધ પીટીશન દાખલ કરી હતી.

NGO દ્વારા આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઓનર કિલિંગ  અટકાવવાના કેસમાં જરૂરી આદેશ આપે.

અ પહેલા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રેમવિવાહ કરતા યુવા જોડીઓ પર ખાપ પંચાયતના હુમલા નહી રોકવા પર નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે, “જો ખાપ પંચાયતોને પ્રતિબંધિત કરવામાં કેન્દ્ર સરકાર અસફળ રહી તો અમારે જ આ દિશામાં પગલા ભરવા પડશે”.

મહત્વનું છે કે, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ખાપ પંચાયતો દ્વારા આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવાનોને સજા કરવાના અનેક કેસો સામે આવ્યા હતા.