Not Set/ “પદ્માવતી” ફિલ્મના વિવાદ પર સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીઓને બતાવી લાલ આંખ, જાણો કારણ

નિર્દેશક સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ “પદ્માવતી” ને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. દેશભરના રાજ્યોમાં ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિવાદ અંગે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજીની સુનાવણી કરતાં નિવેદનબાજી કરી રહેલાં નેતાઓને  લાલ આંખ બતાવી છે. સુપ્રીમ કોર્ટના નિશાન પર […]

Top Stories
padma "પદ્માવતી" ફિલ્મના વિવાદ પર સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીઓને બતાવી લાલ આંખ, જાણો કારણ

નિર્દેશક સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ “પદ્માવતી” ને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. દેશભરના રાજ્યોમાં ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવા બદલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિવાદ અંગે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજીની સુનાવણી કરતાં નિવેદનબાજી કરી રહેલાં નેતાઓને  લાલ આંખ બતાવી છે.

સુપ્રીમ કોર્ટના નિશાન પર એ મુખ્યમંત્રી, મંત્રી અને જન પ્રતિનિધિઓ છે કે જેઓએ આ પદ્માવતી ફિલ્મના વિરોધ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “સેન્સર બોર્ડની મંજૂરી પહેલાં, ફિલ્મ સામે વિવાદિત નિવેદનબાજી બંધ કરો. આ એક ખરાબ વાતાવરણ બનાવી રહ્યું છે”.

મંગળવારે પીઆઇએલની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી અંગે પ્રશ્ન કર્યો હતો કે, “સેન્સર બોર્ડ દ્વારા જે ફિલ્મને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી, તો તે કેવી રીતે જવાબદાર પોસ્ટ પર બેઠેલા લોકો તેના પર ટિપ્પણી કરી શકે છે ?”

મહત્વનું છે કે, પદ્માવતી ફિલ્મ અંગે કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. ત્યારે કેટલાક આગેવાનો દ્વારા પદ્માવતી ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પાદુકોણેના શિર અને નાકને કાપી નાખવાની ધમકી આપી હતી તેમજ કરોડો રૂપિયાનું વળતર પણ જાહેર કર્યું હતું.