Not Set/ તમિલનાડુ: ભાજપની ઓફીસ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, લેનિન, પેરિયારની મૂર્તિ પર હુમલો

તમિલનાડુ ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજ્યના હિંસા ભડકી ઉઠી છે. ઠેર-ઠેર તોડફોડ, મારપીટનો માહોલ છે ત્યારે હવે ડાબેરીઓના સ્મારકને પણ તોડવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક સમર્થકોએ દક્ષિણ ત્રિપુરાના બેલોનિયામાં બુલ્ડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડ્યા બાદ, કોઈમ્બતૂરમાં ભાજપા કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ઝીંકવાની ઘટના બની છે. #WATCH Coimbatore: […]

Top Stories
DXpolgWXUAED75i તમિલનાડુ: ભાજપની ઓફીસ પર ફેંકાયો પેટ્રોલ બોમ્બ, લેનિન, પેરિયારની મૂર્તિ પર હુમલો

તમિલનાડુ

ત્રિપુરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ રાજ્યના હિંસા ભડકી ઉઠી છે. ઠેર-ઠેર તોડફોડ, મારપીટનો માહોલ છે ત્યારે હવે ડાબેરીઓના સ્મારકને પણ તોડવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક સમર્થકોએ દક્ષિણ ત્રિપુરાના બેલોનિયામાં બુલ્ડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડ્યા બાદ, કોઈમ્બતૂરમાં ભાજપા કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ઝીંકવાની ઘટના બની છે.

આ વચ્ચે સૌથી મોટી ખબર પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાથી મળી રહી છે, જ્યા શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને ધ્વસ્ત કરી દીધી હતી . પરિણામે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે.

કહેવાય છે કે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યક્રતાઓ ધ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની ઘટનાને પગલે ગૃહ રાજ્ય મંત્રાલયે તમામ રાજ્યોં માટે એક એડવાઈઝરી જારી કરી છે.

પ્રધાનમંત્રી મોદી પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની બનેલી ઘટનાઓથી ભારે વ્યથિત થયા છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના સાશનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રિપુરામાં મંગળવારે ચોવીસ કલાકની અંદર લેનિનની વધુ એક મૂર્તિ તોડી પાડવામાં આવી છે.

આની પહેલા લેનિનની પ્રતિમાને ત્રિપુરામાં પાડી દીધી હતી. જીલ્લાના એક એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. જેની ઓળખ મુથુરમન અને ફ્રાંસીસ તરીકે થઈ છે. બંને નશાની હાલતમાં તીરુપત્તુરમાં પ્રતિભા ક્ષતિગ્રસ્ત કરી દેવાઈ હતી.

જ્યારે તમિલનાડુના વેલ્લોરમાં પણ દ્રવિડ આંદોલનના સંસ્થાપક અને સમાજ સુધારક ઈવી રામાસામી પેરિયારની પ્રતિમાના ચશ્માં અને નાક તોડી નાખવામાં આવ્યા હતા. તામિલનાડુના ઈવી રામાસ્વામી એટલે કે પેરિયા જેમને 1879-1973એ પ્રસિદ્ધ પેરિયાર આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલન નાસ્તિકતાના પ્રસાર માટે ઓળખાય છે.