કારગિલ વિજય દિવસ/ PM મોદીએ કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- અમને તેમની બહાદુરી યાદ છે

કારગિલ યુદ્ધમાં ભારતનાં વિજયનાં 22 વર્ષ પૂરા થયાની ખુશીમાં દેશભરમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. જણાવી દઇએ કે, આ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં બલિદાનોને યાદ કરવા માટે દર વર્ષે ‘કારગિલ વિજય દીવસ’ ઉજવવામાં આવે છે.

Top Stories India
કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધમાં ભારતનાં વિજયનાં 22 વર્ષ પૂરા થયાની ખુશીમાં દેશભરમાં ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. જણાવી દઇએ કે, આ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં બલિદાનોને યાદ કરવા માટે દર વર્ષે ‘કારગિલ વિજય દીવસ’ ઉજવવામાં આવે છે. આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલની ઉંચી ટેકરીઓ પર થયું હતું. જેની શરૂઆત પાકિસ્તાની સૈનિકોએ કરી હતી. ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરીને તેઓએ તેમના રહેવા માટે બંકર બનાવ્યા હતા, પરંતુ અંતે ભારતે તેમને ભગાડી દીધા હતા.

Tokyo Olympic 2021 / તલવારબાજીમાં ભારતની જીત સાથે શરૂઆત, ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ મે 1999 માં શરૂ થયું અને 26 જુલાઈ સુધી ચાલ્યું હતુ. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામેનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમે તેમના બલિદાનોને યાદ કરીએ છીએ. અમને તેમની બહાદુરી યાદ છે. આજે કારગિલ વિજય દીવસ પર, અમે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ, જેમણે આપણા દેશની રક્ષા કરતા આ લડાઇમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની બહાદુરી દરરોજ અમને પ્રેરણા આપે છે.” વડાપ્રધાન મોદીએ તેમના ટ્વીટની સાથે ગયા વર્ષની ‘મન કી બાત’નો ટૂંકસાર પણ શેર કર્યો છે. તેની ઓડિયો ક્લિપ પીએમ મોદીએ ટ્વીટ સાથે શેર કર્યો છે.

 

મહત્વના સમાચાર / કારગિલ વિજય દિવસે નિમિત્તે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે, શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

ભારતીય સશસ્ત્ર દળોએ 26 જુલાઈ 1999 નાં રોજ ઘોષણા કરી હતી કે, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો છે અને ભારતનું મિશન સફળ રહ્યું છે. ત્યારથી ઓપરેશન વિજયમાં ભાગ લેનારા સૈનિકોનાં ગૌરવ અને બહાદુરીને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસ કારગિલ વિજય દીવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2021 માં કારગિલ વિજય દિવસનાં 22 વર્ષ પૂર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કારગિલ વિજય દીવસ નિમિત્તે આજે લદ્દાખમાં દ્રાસ લેક્ટરની મુલાકાત લેશે. તેમની સાથે CDS બિપિન રાવત પણ રહેશે.  રક્ષામંત્રી રાજનાથ સિંહ કારગિલ યુદ્ધ દરમ્યાાન શહીદ થયેલા જવાનોને દિલ્હીનાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ત્રણ સેનાનાં વડાઓ સાથે શ્રદ્ધાંજલિ આપશે. પાકિસ્તાન સાથે 1999 નાં કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પડોશી દેશ પાકિસ્તાનને હરાવી દીધો હતો. આ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતુ, જેમાં ભારતીય સૈન્ય 26 જુલાઈએ વિજયી બન્યું હતુ.  કારગિલમાં વિજયને કારણે કારગિલ વિજય દીવસ દર વર્ષે 26 જુલાઈએ સૈનિકોનાં સન્માનમાં ઉજવવામાં આવે છે.