Not Set/ સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીન કલવરી નેવીમાં સામેલ

મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં નરેન્દ્ર મોદીએ સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીન કલવરી ગુરુવારે નેવીમાં સામેલ થઈ છે અને તેને નૌસેનાને સમર્પિત કરી છે. આ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ, નેવી ચીફ એડમિરલ સુનીવ લામ્બા, વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સહિત ઘણાં ઓફિસર હાજર હતા અને ભારતની દરિયાઈ તાકાતનો કોઈ હવે મુકાબલો નહીં કરી શકે. દરિયાઈ રસ્તે આવતો આતંક […]

India
modi commission story 647 121417105924 સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીન કલવરી નેવીમાં સામેલ

મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં નરેન્દ્ર મોદીએ સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીન કલવરી ગુરુવારે નેવીમાં સામેલ થઈ છે અને તેને નૌસેનાને સમર્પિત કરી છે. આ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ, નેવી ચીફ એડમિરલ સુનીવ લામ્બા, વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સહિત ઘણાં ઓફિસર હાજર હતા અને ભારતની દરિયાઈ તાકાતનો કોઈ હવે મુકાબલો નહીં કરી શકે.

દરિયાઈ રસ્તે આવતો આતંક હોય કે પાયરેસીની સમસ્યા હોય કે પછી ડ્રગ્સની દાણચોરી હોય તો પણ હવે ભારત આ પડકારોનો ઉકેલ લાવવા માટે મહત્વની ભૂમિકા નીભાવી રહી છે. મોદીએ કહ્યું કે 7500 કિમી લાંબો આપણો સમુદ્ર તટ છે, 1300 જેટલા નાના-મોટા દ્વીપ એક એવી દરિયાઈ શક્તિનું નિર્માણ કરી શકે છે જેનો કોઈ મુકાબલો નહીં કરી શકે. હિન્દ મહાસાગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વસ માટે ખૂબ મહત્વનો છે. કહેવામાં આવે છે કે, 21મી સદી એશિયાની સદી છે.

તે પણ નક્કી છે કે, તેનો રસ્તો હિંદ મહાસાગર થઈને જ જાય છે. જે પ્રમાણે ભારતની રાજનીતિ અને આર્થિક મેરેટાઈમ પાર્ટનરશિપ વધી રહી છે. તેનાથી લક્ષ્યની પ્રાપ્તિ વધારે સરળ દેખાય છે. કલવરીને દુનિયાની સૌથી ઘાતક સબમરીનમાંથી એક માનવામાં આવે છે. તે ટોરપીડો અને એન્ટી શિપ મિસાઈલથી હુમલો કરે છે.

ભારતમાં 1999માં તૈયાર પ્લાન પ્રમાણે 2029 સુધી 24 સબમરીન બનાવવાની યોજના છે. સ્કોર્પીન સબમરીનનો ડેટા લીક થયો હોવાનો રિપોર્ટ ગયા વર્ષે ઓગસ્ટમાં આવ્યો હતો. તેમ છતા કલવરીની ટ્રાયલ ચાલુ રાખવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ ડેટા ભારતથી લીક થયો હતો.