Not Set/ પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો : અશોક ગહેલોતનું ચોંકાવનારું નિવેદન

રાહુલ ગાંધીની ટીમનો મહત્વનો હિસ્સો માનવામાં આવતા પ્રશાંત કિશોર પર કોંગ્રેસ તરફથી ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આરોપ લગાવ્યો કે, પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો હતી. સારું થયું કે કોંગ્રેસને એમનાથી છુટકારો મળી ગયો. હકીકતમાં ગહેલોતનું આ નિવેદન એ વિવાદ પર આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓને ટિકિટ પાક્કી હોવાના ફોન […]

Top Stories India
698455 ashok gehlot પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો : અશોક ગહેલોતનું ચોંકાવનારું નિવેદન

રાહુલ ગાંધીની ટીમનો મહત્વનો હિસ્સો માનવામાં આવતા પ્રશાંત કિશોર પર કોંગ્રેસ તરફથી ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

prashant kishor lead 730x419 e1540206739457 પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો : અશોક ગહેલોતનું ચોંકાવનારું નિવેદન

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આરોપ લગાવ્યો કે, પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો હતી. સારું થયું કે કોંગ્રેસને એમનાથી છુટકારો મળી ગયો. હકીકતમાં ગહેલોતનું આ નિવેદન એ વિવાદ પર આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓને ટિકિટ પાક્કી હોવાના ફોન આવી રહ્યા છે. રાજસ્થાનમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, અને  હાલ, પાર્ટીમાં ટિકિટોને લઈને મંથન ચાલી રહ્યું છે. આવામાં કેટલાક નેતાઓને ફોન આવી રહ્યા છે કે ટિકિટ માટે સર્વેમાં એમનું નામ આવી ગયું છે.

prashant kishore lead 730x419 e1540206783795 પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો : અશોક ગહેલોતનું ચોંકાવનારું નિવેદન

અશોક ગહેલોતે જણાવ્યું કે, આવા ફોનના કારણે કેટલાક પદાધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં આ વાતનો ખુલાસો થયો હતો. આપ લોકો જાણો છો કે, તેઓ ક્યાં ચાલ્યા ગયા છે. પ્રશાંત કિશોરની ટીમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હતી.