Not Set/ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે: ક્રેડિટ લેવા માટે ભાજપ અને સપા વચ્ચે લાગી હોડ

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં 14 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ શિલાન્યાસને લઈને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજનીતિ શરુ થઇ ગઈ છે. અખિલેશના હુમલા પર યોગી સરકારના ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ પલટવાર કરતા કહ્યું કે અખિલેશ યાદવને દરેક યોજનાઓનો શ્રેય […]

Top Stories India
akhilesh modi 1462628426 પૂર્વાંચલ એક્સપ્રેસ-વે: ક્રેડિટ લેવા માટે ભાજપ અને સપા વચ્ચે લાગી હોડ

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં 14 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ શિલાન્યાસને લઈને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજનીતિ શરુ થઇ ગઈ છે. અખિલેશના હુમલા પર યોગી સરકારના ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ પલટવાર કરતા કહ્યું કે અખિલેશ યાદવને દરેક યોજનાઓનો શ્રેય લેવાની આદત પડી ગઈ છે.

expressway e1531400175361 પૂર્વાંચલ એક્સપ્રેસ-વે: ક્રેડિટ લેવા માટે ભાજપ અને સપા વચ્ચે લાગી હોડ

અખિલેશ યાદવ પર નિશાન સાધતા મહાના ગુરુવારે કહ્યું કે એમને દરેક સારી યોજનાઓનો શ્રેય લેવાની આદત પડી ગઈ છે. પોતાના સમયમાં તો એમણે કઈ કામ કર્યું નથી. હવે બધી યોજનાઓનો શ્રેય લેવાનું કામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈએ આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે નો શિલાન્યાસ કરવા પહોંચી રહ્યા છે.

અખિલેશ યાદવે પોતાનાનિવેદનમાં કહ્યું હતું કે સમાજવાદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ પહેલા જ કરી ચુક્યા છે. અખિલેશના આવા નિવેદન બાદ ઔધ્યોગીક વિકાસ મંત્રી સતીશ મહાના એ કહ્યું કે જેમના સમયમાં રોકાણકારો ઉત્તર પ્રદેશમાં આવતા વિચારતા હતા, તેઓ આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે ના શિલાન્યાસની વાત કરે છે.

cats 534 e1531400224834 પૂર્વાંચલ એક્સપ્રેસ-વે: ક્રેડિટ લેવા માટે ભાજપ અને સપા વચ્ચે લાગી હોડ

મહાનાએ કહ્યું કે રાજ્યમાં 19 માર્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં સરકાર બન્યા બાદ જ સરકારે કોઈ પણ રાજનીતિક ભેદભાવ વિના કામ કર્યું છે. એનું જ પરિણામ છે કે આજે ઉત્તર પ્રદેશમાં હર કોઈ રોકાણ કરવા ઇચ્છુક છે. મહાનાએ જણાવ્યું કે અખિલેશ યાદવ જે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસની વાત કરી રહ્યા છે, એમાં એમની તૈયારીઓ અધૂરી હતી. એમના સમયમાં જમીન અધિગ્રહણ વિના જ સિવિલ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.

મહાનાએ કહ્યું કે અખિલેશ સરકારે 14,299 કરોડ રૂપિયાના ટેન્ડર ઉતાવળમાં બહાર પાડીને અધૂરી પરિયોજનાનો શિયાન્યાસ કર્યો હતો. જયારે 2018માં યોગી સરકારે 12,784 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડીને 95 ટકાથી વધારે જમીન અધિગ્રહણ કર્યું. અને 1515 કરોડ રૂપિયાની બચત થઇ છે.