Not Set/ રાફેલ ડીલ વિવાદ : રિલાયન્સ ડિફેન્સ એ આપ્યો આવો જવાબ …..

રાફેલ એરક્રાફ્ટ ડીલમાં કૌભાંડના આરોપો લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ રાજનીતિક ઘમાસાણમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ એ  કહ્યું છે કે એમને કોન્ટ્રાકટ ડીસોલ્ટ પાસેથી મળ્યો છે, નહિ કે રક્ષા મંત્રાલય પાસેથી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે પાયાવિહોણા અને ખોટા આરોપ લોકોને ગુમરાહ કરવા અને મુદ્દાને ભટકાવવા માટે લગાવવામાં આવી રહ્યા […]

Top Stories India
રાફેલ ડીલ વિવાદ : રિલાયન્સ ડિફેન્સ એ આપ્યો આવો જવાબ .....

રાફેલ એરક્રાફ્ટ ડીલમાં કૌભાંડના આરોપો લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ રાજનીતિક ઘમાસાણમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ એ  કહ્યું છે કે એમને કોન્ટ્રાકટ ડીસોલ્ટ પાસેથી મળ્યો છે, નહિ કે રક્ષા મંત્રાલય પાસેથી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે પાયાવિહોણા અને ખોટા આરોપ લોકોને ગુમરાહ કરવા અને મુદ્દાને ભટકાવવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

અનુભવની કમી અને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને(HAL) નજરઅંદાજ કરવી, જેવા બધા મુદ્દાઓ પાર જવાબ આપતા કંપની તરફથી કહેવામાં આવ્યું કે 36 રાફેલ ફાઈટર જેટની સપ્લાય કરવવાળી કંપની ડીસોલ્ટએ રિલાયન્સ ડિફેન્સ ને ઓફસેટ કામ માટે પસંદ કરી છે. વિદેશી વેન્ડર માટે ભારતીય પાર્ટનરની પસંદગીમાં રક્ષા મંત્રાલયની કોઈ ભૂમિકા નથી.

rafale fighter jets story 647 100716072531 e1534064284133 રાફેલ ડીલ વિવાદ : રિલાયન્સ ડિફેન્સ એ આપ્યો આવો જવાબ .....

રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના સીઈઓ રાજેશ ધીંગરાએ કહ્યું કે બે સરકારો વચ્ચે થયેલી ડીલ મુજબ બધા 36 એરક્રાફ્ટ સપ્લાય ફ્લાઈ-વે કન્ડિશનમાં થશે. આનો મતલબ એ છે કે એરક્રાફ્ટને ફ્રાન્સથી ડીસોલ્ટ દ્વારા નિકાસ કરવામાં આવશે અને HAL કે અન્ય કોઈ પ્રોડક્શન કંપની ના હોઈ શકે કારણ કે એરક્રાફ્ટનું પ્રોડક્શન ભારતમાં નહિ થાય.

એમણે કહ્યું કે 126 મીડીયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામમાં HAL ને પ્રોડક્શન એજન્સી પસંદ કરવામાં આવી હતી, પરંતુ આ હજુ કોન્ટ્રાકટ સ્ટેજ પર પહોંચ્યું નથી.

1465371295 CNcbTH Anil Ambani at the Bangalore Air Show in Feb 2015 from where the Reliance Defence journey started 470 e1534064351170 રાફેલ ડીલ વિવાદ : રિલાયન્સ ડિફેન્સ એ આપ્યો આવો જવાબ .....

રાજેશ ધીંગરાએ કહ્યું કે રિલાયન્સ ડિફેન્સ અથવા રિલાયન્સ ગ્રુપની કોઈ કંપનીને આજ સુધી 36 રાફેલ એરક્રાફ્ટ સંબંધિત કોઈ કોન્ટ્રાક્ટ રક્ષા મંત્રાલય પાસેથી મળ્યો નથી. આરોપો પુરી રીતે પાયાવિહોણા અને ખોટા છે.