Not Set/ “રાફેલ પ્લેન છે દેશની ખાસ જરૂરિયાત”, વાંચો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે કરાયેલી ખાસ દલીલ

નવી દિલ્હી, ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ ડીલ યોગ્ય છે અને રાફેલને દેશની જરૂરિયાત બતાવી છે”. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ […]

Top Stories India Trending
735433 sc rafale lead "રાફેલ પ્લેન છે દેશની ખાસ જરૂરિયાત", વાંચો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે કરાયેલી ખાસ દલીલ

નવી દિલ્હી,

ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ ડીલ યોગ્ય છે અને રાફેલને દેશની જરૂરિયાત બતાવી છે”. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ દ્વારા આ મામલે ખાસ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

IAF Rafale N2.jpg?zoom=0 "રાફેલ પ્લેન છે દેશની ખાસ જરૂરિયાત", વાંચો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે કરાયેલી ખાસ દલીલ
national-rafale-deal-verdict-supreme-court-big-comments-country need-central government

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી દલીલ :

૧. રાફેલ વિમાન ડીલમાં કોઈ શંકા નથી.

૨. રાફેલની ગુણવત્તા પર પણ કોઈ સવાલ નથી.

૩. ફાઈટર પ્લેનના કરારમાં કોઈ શંકા નથી તેથી આ મામલે જોડાયેલી તમામ પીટીશન ફગાવવામાં આવી છે.

૪. આ રાફેલ પ્લેન આપણા દેશની જરૂરિયાત છે.

૫.  ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ઓફસેટ પાર્ટનરની પ્રક્રિયાના હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ ધારણાના આધાર પર ડિફેન્સ ડીલને નિશાના પર લઈ શકાતી નથી.

૬. રાફેલ પ્લેનની કિંમત, આ કરારની પ્રક્રિયા અને ઓફસેટ પાર્ટનર કોઈ પણ મુદ્દા પર કોર્ટને કોઈ સંદેહ નથી.

૭. આ નિર્ણય લખતા દેશની સુરક્ષા અને કરાર નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે પ્લેનના મૂલ્ય અને જરૂરિયાતોને પણ અમારા ધ્યાનમાં રહી હતી.

૮. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “રાફેલ પ્લેનની કિંમતોનું અંગે નિર્ણયો લેવાનું કામ કોર્ટનું નથી.

શું છે આ વિવાદિત ડીલ ?

JAS Gripen F 16 12 3051706a "રાફેલ પ્લેન છે દેશની ખાસ જરૂરિયાત", વાંચો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે કરાયેલી ખાસ દલીલ
national-rafale-deal-verdict-supreme-court-big-comments-country need-central government

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર પ્લેનમાંના એક રાફેલની ડીલ મોદી સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે કરવામાં આવી હતી. પીએમ મોદીની ફ્રાંસની યાત્રા દરમિયાન તેઓએ ઘોષણા કરી હતી કે, ફ્રાંસ પાસેથી ભારત ૩૬ રાફેલ પ્લેન ખરીદશે.

૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ કરવામાં આવેલી ડીલ મુજબ, ભારત અંદાજે ૫૮,૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રાફેલ ફાઈટર પ્લેન ખરીદવાનો કરાર  થયો હતો.

Rafale Deal Facts "રાફેલ પ્લેન છે દેશની ખાસ જરૂરિયાત", વાંચો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે કરાયેલી ખાસ દલીલ
national-rafale-deal-verdict-supreme-court-big-comments-country need-central government

જો કે ત્યારબાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાફેલ ડીલ અંગે પીએમ મોદી પર હુમલો બોલતા રહ્યા છે તેમજ આ ડીલમાં અનિલ અંબાણીની કંપનીની ભાગીદારીને લઈને પણ સવાલો ઉઠાવી ચુક્યા છે.