Not Set/ રાહુલ ગાંધી ખિલજીના સંતાન છે : સાક્ષી મહારાજ

ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો રાજકારણમાં વધુ એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતની ચુંટણીમાં રામ મંદિર અંગે જોવા મળતી નિવેદનબાજી વચ્ચે ભાજપના સાંસદ સાક્ષી મહારાજના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સાક્ષી મહારાજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ખીલજીની ઓલાદ ગણાવ્યા છે. સાક્ષી મહારાજે કહ્યું કે જ્યાં સુધી મંદિર સંબંધિત વાત છે, જ્યાં મંદિરનું તાળું ખુલ્યું કોંગ્રેસ […]

Top Stories
bjp mp sakshi maharaj 1510382203 રાહુલ ગાંધી ખિલજીના સંતાન છે : સાક્ષી મહારાજ

ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો રાજકારણમાં વધુ એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતની ચુંટણીમાં રામ મંદિર અંગે જોવા મળતી નિવેદનબાજી વચ્ચે ભાજપના સાંસદ સાક્ષી મહારાજના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સાક્ષી મહારાજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ખીલજીની ઓલાદ ગણાવ્યા છે.

સાક્ષી મહારાજે કહ્યું કે જ્યાં સુધી મંદિર સંબંધિત વાત છે, જ્યાં મંદિરનું તાળું ખુલ્યું કોંગ્રેસ શાસનમાં, મૂર્તિઓ કોંગ્રેસ શાસનમાં સ્થાપિત કરવામાં આવી અને તે જ રાહુલના પિતા રાજીવ ગાંધીએ મંદિરનો પાયો નાખ્યો હતો. તે પુત્રનું કામ છે કે પિતાના આ કામ પૂર્ણ કરે. તે રાજીવ ગાંધીના પુત્ર જેવો દેખાતો નથી, તેઓ ખિલજીના સંતાન છે. જોવા મળી રહ્યું છે તેઓ તેમના પિતાનો વિરોધ કરી રહ્યા છે. રાજીવ ગાંધીનું અવસાન થયું, પણ જો તેઓ જીવતા હતો, તો તેઓ આ અંગે પહેલ કરી હોત. રાહુલને તેના પિતાના પગલા પર ચાલવું જોઈએ

ઉલ્લેખનિય છે કે, આ પહેલા ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે રાહુલ ગાંધી અંગે નિશાન સાધતા તેઓને બાબર-ભક્ત ખીલજીના સબંધી ગણાવી દીધા હતા.