Not Set/ પ્રમોશનમાં આરક્ષણ : શું IAS ના પૌત્રને પણ પછાત માનવામાં આવે? – સુપ્રીમ કોર્ટ

અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં આરક્ષણ સંબંધિત મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા સવાલ કર્યા હતા. ઉચ્ચ ન્યાયાલયે પૂછ્યું કે જો એક માણસ રિઝર્વ કેટેગરીમાંથી આવે છે, અને રાજ્યનો સેક્રેટરી છે, તો આવા કિસ્સામાં શું એ તાર્કિક રહેશે કે એમના પરિજનોને રિઝર્વેશન માટે બેકવર્ડ માનવામાં આવે? હકીકતમાં, સુપ્રીમ કોર્ટ એ વાતનું આકલન કરી રહી […]

Top Stories India
supreme court of india c1b005f4 fd2f 11e7 b07f b94dbb2f1d8d પ્રમોશનમાં આરક્ષણ : શું IAS ના પૌત્રને પણ પછાત માનવામાં આવે? - સુપ્રીમ કોર્ટ

અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં આરક્ષણ સંબંધિત મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા સવાલ કર્યા હતા. ઉચ્ચ ન્યાયાલયે પૂછ્યું કે જો એક માણસ રિઝર્વ કેટેગરીમાંથી આવે છે, અને રાજ્યનો સેક્રેટરી છે, તો આવા કિસ્સામાં શું એ તાર્કિક રહેશે કે એમના પરિજનોને રિઝર્વેશન માટે બેકવર્ડ માનવામાં આવે? હકીકતમાં, સુપ્રીમ કોર્ટ એ વાતનું આકલન કરી રહી છે કે ક્રીમીલેયર સિદ્ધાંતોને એસસી-એસટી માટે લાગુ કરવામાં આવે કે નહિ, જે હાલ ફક્ત ઓબીસી માટે લાગુ કરવામાં આવ્યું છે.

ગુરુવારે આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ સવાલ કર્યો કે માનવામાં આવે કે એક જાતિ છેલ્લા 50 વર્ષથી પછાત છે, અને એમાં એક વર્ગ ક્રીમીલેયર માં આવી ચુક્યો છે. તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે આરક્ષણનો પૂરો સિદ્ધાંત એ લોકોની મદદ માટે છે, જેઓ સામાજિક રૂપે પછાત છે અને સક્ષમ નથી. આના વિશે વિચાર કરવો ખુબ જરૂરી છે.

thequint2F2017 052Fc49ee3fc f263 467d a5fb 6191230799882F1426d5f8 9346 4d55 86b7 4bfe05e8dddd e1535097856525 પ્રમોશનમાં આરક્ષણ : શું IAS ના પૌત્રને પણ પછાત માનવામાં આવે? - સુપ્રીમ કોર્ટ

આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં થયેલી પાછળની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 2006ના નાગરાજ જજમેન્ટ મુજબ એસસી-એસટી માટે પ્રમોશનમાં આરક્ષણ રોકવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પ્રમોશનમાં આરક્ષણ આપવું જરૂરી છે કે નહિ એના પર ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ આ વર્ગ 1000થી વધારે વર્ષોથી સહન કરી રહ્યો છે. એમણે કહ્યું કે નાગરાજ મામલામાં સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠને ફેંસલાની સમીક્ષા કરવાની જરૂર છે.

એટર્ની જનરલે કહ્યું કે એસસી-એસટી વર્ગને આજે પણ સહન કરવું પડે છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું કે નાગરાજ જજમેન્ટ પર પુનર્વિચારની તાત્કાલિક જરૂર છે.