Not Set/ રેવાડી ગેંગરેપ કેસ : ઘટનાના ૧૧ દિવસ બાદ બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ રહી સફળ

રેવાડી, હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ચકચારી ઘટના બાદ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે હવે આ ઘટનાના ૧૧ દિવસ બાદ પોલીસ દ્વારા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Haryana: Pankaj and Manish, the two prime accused in Rewari gangrape case have been arrested pic.twitter.com/Cq6WebtKcd— ANI (@ANI) […]

Top Stories India Trending
accused e1537693110532 રેવાડી ગેંગરેપ કેસ : ઘટનાના ૧૧ દિવસ બાદ બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ રહી સફળ

રેવાડી,

હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ચકચારી ઘટના બાદ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે હવે આ ઘટનાના ૧૧ દિવસ બાદ પોલીસ દ્વારા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ બંને આરોપીઓને હરિયાણાના મહેરગઢ જિલ્લામાંથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા ગેંગરેપની તપાસ કરવા ગઠિત કરવામાં આવેલી SIT દ્વારા અન્ય આરોપી પંકજ, માસ્ટર માઈન્ડ નીશૂ અને મનીષની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

૩ દિવસ વીતી ગયા બાદ પણ આરોપીઓ હતા ફરાર

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગેંગરેપની દર્દનાક ઘટનાના ત્રણ દિવસ વીતી ગયા બાદ પોલીસ દ્વારા કોઈ પણ આરોપીની ધરપકડ ન થયા બાદ તેઓની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.

ત્યારબાદ પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓના સ્કેચ જાહેર કરાયા હતા અને ગણતરીના કલાકોમાં તેઓની ધરપકડ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

SIT દ્વારા જાહેર કરાયું હતું ૧ લાખ રૂપિયાનું ઇનામ

આ ઉપરાંત તંત્ર દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આરોપીનું નામ આપનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું.

શું હતો આ મામલો ?

૧૨ સપ્ટેમ્બર, બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.  થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.

ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.

પીડિતાની માતાએ ઉઠાવ્યા સવાલ

પીડિતાની માંએ જણાવ્યું, “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓબેટી પઢાઓપરંતુ કેવી રીતે?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.