Not Set/ શાહે નાયડુને લખ્યો પત્ર, કહ્યું, “NDAમાંથી અલગ થવાનો TDPનો નિર્ણય એકતરફી અને રાજકારણથી પ્રેરિત”

દિલ્લી,  આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો ન આપવા અંગે ચંદ્રબાબૂ નાયડુની પાર્ટી તેલુગુ દુશમ પાર્ટી (TDP) NDAના ગઠબંધનમાંથી અલગ થયા બાદ આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર કોઈ પ્રતિક્રિયા આપી છે. અમિત શાહ દ્વારા TDP પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ TDPના નિર્ણય અંગે સવાલો ઉભા […]

Top Stories
fghffffh શાહે નાયડુને લખ્યો પત્ર, કહ્યું, "NDAમાંથી અલગ થવાનો TDPનો નિર્ણય એકતરફી અને રાજકારણથી પ્રેરિત"

દિલ્લી, 

આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો ન આપવા અંગે ચંદ્રબાબૂ નાયડુની પાર્ટી તેલુગુ દુશમ પાર્ટી (TDP) NDAના ગઠબંધનમાંથી અલગ થયા બાદ આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર કોઈ પ્રતિક્રિયા આપી છે. અમિત શાહ દ્વારા TDP પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ TDPના નિર્ણય અંગે સવાલો ઉભા કર્યા છે.

TDPનો નિર્ણય એકતરફી અને રાજકારણથી પ્રેરિત

ભાજપ અધ્યક્ષ શાહે TDPના નિર્ણય અંગે કહ્યું, “એનડીએ સરકારથી અલગ અલગ થવાનો ચંદ્રબાબુ નાયડુનો નિર્ણય એકતરફી અને રાજકારણની ભાવનાને પ્રેરિત કરવાનો હતો”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આ એક એવો નિર્ણય છે જેનાથી વિકાસ સબંધિત ચિંતાઓ સિવાય પૂરી રીતે રાજનૈતિક વિચારો આધારિત માનવામાં આવે છે.

પીએમ મોદીએ આંધ્રપ્રદેશ રાજ્યના વિકાસ અને સમૃદ્ધિને રાખ્યા છે સર્વોપરી

પોતાના પત્રમાં ભાજપ દ્વારા આંધ્રપ્રદેશમાં કરાયેલા વિકાસના કાર્યો અંગે શાહે કહ્યું, “પ્રધાનમંત્રી મોદીએ હંમેશા દેશના લોકોના હિતોને ટોચ પર રાખ્યા છે. પીએમ મોદીએ આંધ્રપ્રદેશ રાજ્યની જનતાના વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં કોઈ કસર છોડી નથી”.

શાહે પોતાના પત્રમાં વધુમાં જણાવતા કહ્યું હતું કે, “તમને યાદ હશે કે ગત લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જયારે આપણી પાર્ટી TDPનું કોઈ યોગ્ય પ્રતિનિધિત્વ ન હતું ત્યારે બીજેપી જ હતી જેને પોતાનો એજન્ડા સેટ કર્યા હતા અને એ સુનિશ્ચિત કર્યું હતું કે વધુ પરિશ્રમ કરવાવાળા બંને રાજ્યોના તેલુગુ લોકોને ન્યાય મળે.

મહત્વનું છે કે, પોતાના રાજ્યને વિશેષ દરજ્જો ન મળ્યા બાદ TDP દ્વારા ભાજપના નેતૃત્વવાડી NDA સરકારમાંથી અલગ થવાની ઘોષણા કરી હતી. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPના લોકસભામાં ૧૬ સાંસદો છે.