Not Set/ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં શિવસેનાએ ભાજપ વિરુધ શરુ કર્યું “પોસ્ટર વોર”

મુંબઈ, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલો ભડકો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલી વૃદ્ધિ બાદ તેની કિંમતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પાર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો કે હવે વિપક્ષની સાથે હવે સરકારના વિરોધમાં પોતાના […]

India Trending
DmnoPi4X4AE5QJ5 પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં શિવસેનાએ ભાજપ વિરુધ શરુ કર્યું “પોસ્ટર વોર”

મુંબઈ,

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલો ભડકો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલી વૃદ્ધિ બાદ તેની કિંમતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પાર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

જો કે હવે વિપક્ષની સાથે હવે સરકારના વિરોધમાં પોતાના ગઠબંધનની પાર્ટી શિવસેનાએ પણ ઝંપલાવ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત વધારા બાદ હવે શિવસેનાએ મુંબઈમાં સરકારની વિરુધ પોસ્ટરો લગાવ્યા છે. મુંબઈ સ્થિત પાર્ટીના હેડક્વાર્ટરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના  વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૮ના વર્તમાન ભાવ બતાવવામાં આવ્યા છે અને સાથે લખવામાં આવ્યું છે કે, “આજ છે અચ્છે દિન” !

કોંગ્રસ દ્વારા ભાજપ પાર કરાઈ રહ્યા છે હુમલા

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ભાજપની સરકાર પણ હુમલો બોલવામાં આવી રહ્યો છે. શનિવારે ક્રુડ ઓઈલની વધતી કિંમતો, ડોલરની સામે રૂપિયામાં થઇ રહેલો ઘટાડો તેમજ રાફેલ ડીલ સહિતના અનેક મુદાઓ અંગે નિશાન સાધતા ભાજપને “ખુબ જ ખોટી પાર્ટી” ગણાવી હતી. આ ઉપરાંત સોમવાર ૧૦ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાંથઇ રહ્યો છે સતત વધારો

Dmn7jGLUUAADcFO પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં શિવસેનાએ ભાજપ વિરુધ શરુ કર્યું “પોસ્ટર વોર”
national-shiv sena-attacks-bjp-posters-on-petrol-diesel-price-hike

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધી રહેલી ક્રુડ ઓઈલની કિંમતો અને ડોલરની સામે રૂપિયામાં થઇ રહેલો ઘટાડાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૦.૫૦ રૂપિયા જયારે ડીઝલની કિંમત ૭૨.૬૧ રૂપિયા સુધી પહોચી છે.

છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો, પેટ્રોલના ભાવમાં અત્યારસુધીમાં ૩ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૪ રૂપિયા સુધીનો વધારો થઇ ચુક્યો છે.