Not Set/ નાસિક: ખેતરોમાં ક્રેશ થયું વાયુસેનાનું સુખોઈ-૩0 વિમાન, બંને પાયલોટનો બચાવ

મહારાષ્ટ્રમાં નાસિક નજીક વાયુસેનાનું એક સુખોઈ વિમાન ક્રેશ થઇ ગયું છે. વિમાનમાં સવાર બંને પાયલોટ બચી ગયા છે. બંને પાયલોટને હોસ્પિટલમાં ઈલાજ માટે લઇ જવામાં આવ્યા છે. આ સિવાય બીજી કોઈ જાનહાની થઇ હોવાની ખબર નથી. આ વિમાન હજુ હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડમાં અન્ડર પ્રોડક્શન હતું. રીપોર્ટસ મુજબ સંભાવના દર્શાવાઈ રહી છે કે વિમાનમાં ટેકનીકલ ખામીના […]

Top Stories India
Photo ANI 1530084479 નાસિક: ખેતરોમાં ક્રેશ થયું વાયુસેનાનું સુખોઈ-૩0 વિમાન, બંને પાયલોટનો બચાવ

મહારાષ્ટ્રમાં નાસિક નજીક વાયુસેનાનું એક સુખોઈ વિમાન ક્રેશ થઇ ગયું છે. વિમાનમાં સવાર બંને પાયલોટ બચી ગયા છે. બંને પાયલોટને હોસ્પિટલમાં ઈલાજ માટે લઇ જવામાં આવ્યા છે. આ સિવાય બીજી કોઈ જાનહાની થઇ હોવાની ખબર નથી. આ વિમાન હજુ હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડમાં અન્ડર પ્રોડક્શન હતું. રીપોર્ટસ મુજબ સંભાવના દર્શાવાઈ રહી છે કે વિમાનમાં ટેકનીકલ ખામીના કારણે આ હાદસો થયો છે. જોકે, સત્ય તો મામલાની તપાસ બાદ જ બહાર આવશે. જાણકારી મળ્યા બાદ ઘટનાની તપાસ માટે એક ટીમને અક્સમાત સ્થળે મોકલવામાં આવી છે.

વિમાન એક ગામના ખેતરમાં ક્રેશ થયું હતું. એ સમયે ત્યાં કોઈ હાજર નહતું. જેના કારણે કોઈ મોટી જાનહાની થઇ નથી. જોકે, જયારે વિમાન ક્રેશ થયું ત્યારે આજુબાજુના ખેતરોમાં લોકો કામ કરી રહ્યા હતા. વિમાન ક્રેશ થવાનો અવાજ સંભાળીને તેઓ સ્થળે પહોચી ગયા હતા. સ્થાનિક લોકોએ જ બંને પાયલોટને હોસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી.