#WATCH: Statue of Vladimir Lenin brought down at Belonia College Square in Tripura. pic.twitter.com/fwwSLSfza3
— ANI (@ANI) March 5, 2018
છેલ્લા બે દિવસથી રાજ્યમાં પહેલાથી જ હિંસાનો માહોલ છે. ભાજપની જીત બાદ રાજ્યના અનેક વિસ્તારમાં ડાબેરીઓના કાર્યાલય પર હુમલા થયા છે. તેમજ ભારે તોડફોડ અને મારપીટ પણ થઈ છે. રાજ્યમાં ૨૫ વર્ષ સુધી સત્તામાં રહેનાર સીપીઆઈએ આરોપ લગાવ્યો છે, કે ભાજપ અને આઈપીએફટીના કાર્યકર્તાઓ હિંસા પર ઉતરી આવ્યા છે. તેઓ ડાબેરીઓના કાર્યાલયમાં તોડફોડ કરવા ઉપરાંત કાર્યકર્તાઓના ઘર પર હુમલા કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન રશિયન ક્રાંતિના પ્રતિક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડનાર લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ભાજપના સમર્થકોએ બુલ્ડોઝરના ડ્રાઈવરને દારુ પીવડાવી આ મૂર્તિ તોડવા ઉશ્કેર્યો હતો, અત્યારે પોલીસે બુલ્ડોઝર ડ્રાઈવરની ધરપકડ કરી છે અને બુલ્ડોઝર જપ્ત કરવામાં આવ્યુ છે.
Visuals of CPI (M) offices vandalised in different locations in #Tripura. pic.twitter.com/YUxpzRTksl
— ANI (@ANI) March 5, 2018
