Not Set/ બજેટ પછી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજુ કરાયેલાં બજેટ બજારને પસંદ નથી આવ્યું. શુક્રવારે સેન્સેક્સ 831.91 પોઇન્ટ નીચે 35,066.75 પર બંધ રહ્યો, જયારે નિફ્ટી પણ 256.30 પોઇન્ટ નીચે 10,760 અંક પર બંધ રહ્યો. ઓગસ્ટ 2017 પછી પહેલીવાર આટલું નીચે ગયું છે. રેટિંગ એજન્સી ફિચે કહ્યું કે, દેવાના ભારે દબાણને કારણે ભારાતની રેટિંગમાં સુધારો અટકી ગયો છે. શેર […]

Business
sensex fall બજેટ પછી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજુ કરાયેલાં બજેટ બજારને પસંદ નથી આવ્યું. શુક્રવારે સેન્સેક્સ 831.91 પોઇન્ટ નીચે 35,066.75 પર બંધ રહ્યો, જયારે નિફ્ટી પણ 256.30 પોઇન્ટ નીચે 10,760 અંક પર બંધ રહ્યો.

ઓગસ્ટ 2017 પછી પહેલીવાર આટલું નીચે ગયું છે. રેટિંગ એજન્સી ફિચે કહ્યું કે, દેવાના ભારે દબાણને કારણે ભારાતની રેટિંગમાં સુધારો અટકી ગયો છે.

શેર બજારમાં ભારે ઘટાડાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ, સ્થાનિક કારણ, બજેટ અને ફિચના રેટિંગની અસર પણ માનવામાં આવી રહી છે.બેંક નિફ્ટીમાં પણ ખુબ જ ઘટડો જોવા મળ્યો છે.બેંકિંગ, ઓટો, મીડિયા, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ,પાવર અને ઓઈલ એન્ડ ગેસ શહેરોમાં ભારે વેચાણ જોવા મળ્યું. બેંક નિફ્ટી 1.5 ટકા ઘટીને 26,816ના સ્તરે આવી ગયો છે.

જયારે એક દિવસ પહેલા જ રજુ થયેલા બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ રાજાવિત્તીય ખોટનું લક્ષ્ય જીડીપીના ૩.2 ટકાથી વધારીને ૩.5 ટકા કર્યું છે.અરુણ જેટલીએ લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) પર પણ ટેક્સ લગાવી દીધો છે. જો તમણે લિસ્ટેડ ઇક્વિટી થી 1 લાખ રૂપિયાથી વધારેનો LTCG મળતો હતો તો હવે આના પર 10 ટકા ટેક્સ લાગશે.