Not Set/ આગ્રા : સ્તનપાન કરાવી રહેલી માતા પાસેથી ૧૨ દિવસનું બાળક છીનવી વાંદરાએ તેને ઉતારી દીધું મોતને ઘાટ

આગ્રા ઉત્તર પ્રદેશમાં વાંદરાના આતંકના સમાચાર રોજ આવતા હોય છે. આ વાંદરાઓ રોજ કઈક તો નુકશાન કરતા જ રહેતા હોય છે. હાલમાં આગ્રાનો વાંદરાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોના હાથમાંથી વસ્તુ લઇ જતા વાંદરાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ અહી વાત કઈક અલગ જ છે. આગ્રામાં નવજાત શિશુને જયારે તેની માતા […]

Top Stories India Trending
AQILEXKV7EZ5TBOEEN4WPHAB4Q આગ્રા : સ્તનપાન કરાવી રહેલી માતા પાસેથી ૧૨ દિવસનું બાળક છીનવી વાંદરાએ તેને ઉતારી દીધું મોતને ઘાટ

આગ્રા

ઉત્તર પ્રદેશમાં વાંદરાના આતંકના સમાચાર રોજ આવતા હોય છે. આ વાંદરાઓ રોજ કઈક તો નુકશાન કરતા જ રહેતા હોય છે. હાલમાં આગ્રાનો વાંદરાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

લોકોના હાથમાંથી વસ્તુ લઇ જતા વાંદરાઓ વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ અહી વાત કઈક અલગ જ છે.

આગ્રામાં નવજાત શિશુને જયારે તેની માતા દૂધ પીવડાવી રહી હતી ત્યારે તે છીનવીને લઇ ગયું અને ફેંકીને તેને મારી નાખ્યું. આ ઘટના સોમવારે રાત્રે બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આગ્રામાં રુનકતા વિસ્તારમાં એક કોલોનીમાં આ ઘટના બની હતી. મૃત બાળકના પિતા યોગેશ પોતે રીક્ષા ચલાવે છે. નેહા સાથે એલ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.

૧૨ દિવસ પહેલા જ તેમના ઘરે નવા મહેમાનનું આગમન થયું હતું જેને લઈને તે લોકો ખુબ ખુશ હતા.

નેહા રાત્રે પોતાના નવજાત દીકરા આરુષને સ્તનપાન કરવી રહી હતી. યોગેશના ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે દરમ્યાન એક વાંદરો ઘરમાં અચાનક આવી ગયો. નેહા હજુ તો કઈ સમજે તે પહેલા વાંદરાએ આરુષને ગળામાંથી ઉપાડ્યો અને લઈને ભાગી ગયો.

નેહાની બુમો પાડતા આજુબાજુ લોકો ભેગા થઇ ગયા અને વાંદરો આરુષને લઈને પાડોશીના ધાબા પર જતો રહ્યો.

થોડા સમયમાં લોકો એકઠા થઇ ગયા તે બધાએ વાંદરાને ભગાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આખરે વાંદરો આરુષને ફેંકીને ત્યાંથી જતો રહ્યો.

નેહાએ જણાવ્યું હતું કે આરુષની ડોકમાંથી ઘણી લોહી વહી ચુક્યું હતું તેને તત્કાલમાં નજીકની પ્રાઇવેટ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો.

ગામના લોકોના કહેવા પ્રમાણે આની પહેલા પણ એક ચૌદ વર્ષની બાળકી પર વાંદરાએ હુમલો કર્યો હતો જેને લીધે તેને ઘણી ઈજા થઇ હતી.

સબ ઇન્સ્પેક્ટર અતબીર સિંહના જણાવ્યા પ્રમાણે મૃત બાળકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં બાળકના ગળા અને માથા પર ઈજાના નિશાન જણાય હતા. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે થોડા દીવા પહેલા વાંદરાએ બીજા એક નવજાત શિશુ પર હુમલો કર્યો હતો પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો હતો.