Not Set/ Video : બુલા રહા હે કુંભ…..બીગ બી અમિતાભ બચ્ચને આ અંદાજમાં આપ્યું કુંભનું આમંત્રણ

બીગ બી અમિતાભ બચ્ચન બહલે પ્રયાગરાજથી દૂર રહેતા હોય પરંતુ વારંવાર તેમનો પોતાના શહેર પ્રત્યેનો લગાવ સામે આવી જ જાય છે. ઉત્તર પ્રદેશમાં ભવ્ય કુંભના મેળાને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે. પ્રદેશ સરકાર અને રાજ્યના મંત્રી વિવિધ રાજ્યોમાં જઈને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આમંત્રણ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ વિડીયો દ્વારા દેશ-વિદેશના લોકોને કુંભના મેળાનું […]

Top Stories India Trending Entertainment Videos
kum Video : બુલા રહા હે કુંભ.....બીગ બી અમિતાભ બચ્ચને આ અંદાજમાં આપ્યું કુંભનું આમંત્રણ

બીગ બી અમિતાભ બચ્ચન બહલે પ્રયાગરાજથી દૂર રહેતા હોય પરંતુ વારંવાર તેમનો પોતાના શહેર પ્રત્યેનો લગાવ સામે આવી જ જાય છે.

ઉત્તર પ્રદેશમાં ભવ્ય કુંભના મેળાને લઈને તડામાર તૈયારીઓ થઇ રહી છે. પ્રદેશ સરકાર અને રાજ્યના મંત્રી વિવિધ રાજ્યોમાં જઈને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આમંત્રણ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ વિડીયો દ્વારા દેશ-વિદેશના લોકોને કુંભના મેળાનું આમંત્રણ આપ્યું છે.

ઉત્તર પ્રદેશ પર્યટન હેઠળ બુલા રહા હે કુંભ...હેઠળ ચાર વિડીયો શેર કરવામાં આવ્યા છે જેમાં બીગ બી આ મેળા સાથે જોડાયેલી પોતાની યાદો અને તેનું મહત્વ કહી રહ્યા છે. બુલા રહા હે કુંભ.શીર્ષક હેઠળ બુલા રહા હે કુંભ…ના ચાર વિડીયો શેર કરવામાં આવ્યા છે.

ધરતી પર કુંભ ક્યારે થાય છે ?

વિડીયોની શરૂઆત શંખનાદથી થાય છે. એક વિડીયોમાં બીગ બી કહી રહ્યા છે કે કુંભમાં આસ્થા તો છે કે સાથે વિજ્ઞાન પણ છે. આકાશમાં જયારે વિશેષ નક્ષત્ર મળે છે ત્યારે ધરતી પર કુંભ થાય છે. આ સમયે સંગમમમાં સ્નાન કરવાથી તન-મનમાં નવી ઉર્જાનું સંચાર થાય છે. શરીરમાં પોઝીટીવ એનર્જીનો સંચય થાય છે.

કુંભના મેળા સાથે બીગ બીની આ યાદો છે સંકળાયેલી

બીગ બીએ કુંભ સાથેની પોતાની યાદોને તાજા કરતા કહ્યું કે મારું તો બાળપણ જ પ્રયાગરાજમાં વીત્યું છે.સ્વરે ચાર વાગ્યે ઉઠીને અમે સંગમમાં સ્નાન કરવા માટે પહોચી જતા હતા.પુલ જોઇને અમે બધા વિચારતા હતા કે આટલા બધા લોકોનો બહાર કેવી રીતે ઉઠાવી લે છે. પરંતુ મોટા થયા પછી વિજ્ઞાન જનતા થયા પછી ખબર પડી.સચેમાં અદ્ભુત છે કુંભ !

મંદિરથી પરત આવીને બીગ બી ખાતા હતા દૂધ અને જલેબી

પ્રયાગમાં એકથી એક ચડિયાતી વસ્તુઓ જોવા મળે છે.જેમ કે ત્યાની ભગવાન હનુમાનની પ્રતિમા. અહિયાંની મૂર્તિની વિશેષતા એ છે કે અહિયાં સુતેલા હનુમાનજી છે જે તમે ક્યાય જોયું નહી હોય. બચ્ચને કહ્યું કે આ મંદિરના દર્શન કરીને અમે જલેબી અને દૂધ ખાતા જતા જે ત્યાં ઘણી પ્રખ્યાત છે.

કુંભના મેળાને યુનેસ્કોએ આપ્યું છે આ સમ્માન 

ચોથા વિડીયોમાં બીગ બીએ કુંભના મેળાનું વૈશ્વિક મહત્વની જાણકારી આપતા કહ્યું કે યુનેસ્કોએ કુંભને વિશ્વનું સૌથી મોટું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ઘોષિત કર્યું છે જે આખા દેશ માટે ગર્વની વાત છે.