Not Set/ વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી રૂપે  ચોથી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

આગામી વર્ષે 18થી 20મી જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 માટે વિશ્વના મહત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ રહ્યા છે અને તે માટેનો આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ 12 આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી […]

Top Stories Gujarat
bc04df26bc3a80c2a5ed5af37212bff5 વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી રૂપે  ચોથી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

આગામી વર્ષે 18થી 20મી જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 માટે વિશ્વના મહત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ રહ્યા છે અને તે માટેનો આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ 12 આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી આઠ બિઝનેસમેન પણ સામેલ છે.

vibrant gujarat PTI L e1535554307378 વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી રૂપે  ચોથી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ-2019 માટેની વિવિધ કામગીરી શરૂ કરી દીધી છે. તેમાં કેટલાક કામ માટેના નાના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે તો કેટલાક કામ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે. આ ઉપરાંત વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરીને ગુજરાતને ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. સાથે સાથે બે બાબત પર પણ ફોકસ કરવામાં આવશે કે ગુજરાતમાં એવાં નવાં ક્ષેત્રોમાં રોકાણ આવે જે ગુજરાતના વિકાસમાં વધુ મદદ કરતું હોય. ડેલિગેશનની સાથે ગયેલા ઉદ્યોગપતિ કે અન્ય કંપનીઓ ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર કંપની અથવા નવાં જોડાણો કરે તેવા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ઉત્તરાયણ બાદ 18 જાન્યુઆરીથી યોજાશે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા નકકી કરેલા કાર્યક્રમ મુજબ ચોથી સપ્ટેમ્બરથી જ રોડ-શો શરૂ થઈ જશે જે છેક ઓકટોબરના અંત સુધી ચાલશે, તેમાં એક સમયે બે જૂદા જૂદા દેશોમાં આઈએએસ અધિકારીઓની આગેવાની હેઠળ રોડ-શો યોજાશે.

2019 logo e1535554353723 વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી રૂપે  ચોથી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

આ વખતે રોડ-શો ભારતના વિકાસની વાતની સાથે ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. આ ડેલિગેશનમાં ઉદ્યોગપતિઓ ઉપરાંત ઉદ્યોગોનાં સંગઠનો સીઆઈઆઈ, ફિક્કી અને નોલેજ પાર્ટનર એવા કેપીએમજી અને ઈ એન્ડ વાયના પ્રતિનિધિઓ પણ જોડાશે.

આ રોડ-શો બાદ ડોમેસ્ટિક રોડ-શોનું પણ આયોજન હાલમાં થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના ડીઆઈપીપી પણ આ આયોજનમાં કેટલાક અંશે સંકળાયેલી છે. સાથે વિદેશમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ની ટેગલાઈન હેઠળ ગુજરાતમાં રોકાણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.