Not Set/ VIDEO : દેશના “અન્નદાતા” પોતાની માંગોને લઈ આ રીતે કરી રહ્યા છે માર્ચ

નવી દિલ્હી, લોન માફી, સ્વામીનાથન કમીશન સહિતની અનેક માંગો તેમજ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈ જગતનો નાથ કહેવાતા એવા હજારો ખેડૂતો રાજધાની દિલ્હી પહોચ્યા છે. અખીલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેઓ સંસદ ભવનનો […]

India Trending Videos
Farmers protest VIDEO : દેશના "અન્નદાતા" પોતાની માંગોને લઈ આ રીતે કરી રહ્યા છે માર્ચ

નવી દિલ્હી,

લોન માફી, સ્વામીનાથન કમીશન સહિતની અનેક માંગો તેમજ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈ જગતનો નાથ કહેવાતા એવા હજારો ખેડૂતો રાજધાની દિલ્હી પહોચ્યા છે.

અખીલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વ હેઠળ અંદાજે ૨૦૦ ખેડૂત સંગઠનો, રાજનૈતિક દળો તેમજ અન્ય સમાજિક સંગઠનોના ખેડૂતો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેઓ સંસદ ભવનનો ઘેરાવ કરવાના છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દેશભરના કરોડો લોકોને ભરણપોષણ પૂરું પાડનારા ખેડૂતો આજે પોતાની માંગોને સંતોષવા માટે કઈ રીતે પગપાળા માર્ગો પર ઉતર્યા છે અને આંદોલન કરી રહ્યા છે.

પોતાની આ માંગોને લઈ દેશભરના ખેડૂતો છે રસ્તા પર :

૧. ન્યૂનતમ સમર્થન મુલ્ય

૨. ખેતીમાં વધી રહેલો ખર્ચ

૩. આયાત-નિકાસ માટેની સરકારની નીતિઓ

૪. દેશના શિરડીનું ઉત્પાદન અને ખાંડને લઈ નીતિઓ

૫. દૂધની મળી રહેલી ઓછી કિંમત

૬. પાક વીમા યોજના

૭. ખેડૂતોની લોનમાફી

૮. લાગુ કરવામાં આવે સ્વામીનાથન કમીશનની દલીલો