Not Set/ એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું

એક જમાનામાં કિંગ ઓફ ગુડ ટાઈમ્સના નામથી મશહૂર વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના કારણે જ બરબાદીની કગાર પર પહોંચી ગયા છે. વર્ષ 2015માં વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. એમનું સપનું કિંગફિશર એરલાઈન્સને મોટી બ્રાન્ડ બનાવવાનું હતું. જેથી 2007માં માલ્યાએ દેશની પહેલી લો કોસ્ટ એવિએશન કંપની એર ડેક્કનનું ટેકઓવર કર્યું હતું. જેના માટે માલ્યાએ 1200 […]

Top Stories India
322957 mallya 1 એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું

એક જમાનામાં કિંગ ઓફ ગુડ ટાઈમ્સના નામથી મશહૂર વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના કારણે જ બરબાદીની કગાર પર પહોંચી ગયા છે. વર્ષ 2015માં વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. એમનું સપનું કિંગફિશર એરલાઈન્સને મોટી બ્રાન્ડ બનાવવાનું હતું.

322956 mallya 4 e1544005223955 એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું
mantavyanews.com

જેથી 2007માં માલ્યાએ દેશની પહેલી લો કોસ્ટ એવિએશન કંપની એર ડેક્કનનું ટેકઓવર કર્યું હતું. જેના માટે માલ્યાએ 1200 કરોડ જેટલી મોટી રકમ ખર્ચ કરી હતી. વર્ષ 2007માં કરવામાં આવેલો આ સોદો વિજય માલ્યાની મોટી ભૂલ સાબિત થયો.

આ સોદાના પાંચ વર્ષમાં જ કિંગફિશર એરલાઇન્સ બંધ થઇ ગઈ અને માલ્યાનું કારોબારી સામ્રાજ્ય લગભગ ખતમ થઇ ગયું. જોકે, એ સોદાનો તત્કાલ ફાયદો પણ મળ્યો હતો. જેથી 2011માં કિંગફિશર દેશની બીજી મોટી એવિએશન કંપની પણ બની ગઈ હતી.

322954 mallya 5 e1544005261265 એક એવી ભૂલ જેના કારણે માલ્યાનું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું
mantavyanews.com [File Image]
પરંતુ કંપની એર ડેક્કન ખરીદવા પાછળનો લક્ષ્ય હાંસિલ ન કરી શકી. અને વધતી ફ્યુઅલ કિંમતના કારણે કંપનીને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. આ સાથે માલ્યાએ વધુ એક ખોટો ફેંસલો લીધો. વિલય બાદ માલ્યાને આશા હતી કે, એર ડેક્કનના ગ્રાહકો કિંગફિશર તરફ વળશે. પરંતુ ગ્રાહકો બીજી લો કોસ્ટ એરલાઇન્સ તરફ વળવા લાગ્યા. આમ, ઓક્ટોબર 2012માં કિંગફિશર એરલાઇન્સ બંધ થઇ ગઈ. જેની અસર માલ્યાના કરોબારી સામ્રાજ્ય પર પડી, જે હવે લગભગ ખતમ થવા આવ્યું છે.