Not Set/ ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦મી વરસી પર પુણેમાં ભડકેલી હિંસા મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ હિંસાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તે મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ ભડકી છે. પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના […]

Top Stories
koregaon ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦મી વરસી પર પુણેમાં ભડકેલી હિંસા મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ હિંસાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તે મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ ભડકી છે. પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

NBT image 1 ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦મી વરસી પર પુણેમાં ભડકેલી હિંસા મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી DShbRhhVoAAajY0 ભીમા-કોરેગાંવ જંગની ૨૦૦મી વરસી પર પુણેમાં ભડકેલી હિંસા મહારાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી

પુણેની હિંસા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સરકારને બદનામ કરવાની એક કોશિશ છે. સરકારે આ અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં છે. તેમજ હિંસામાં મૃતક વ્યક્તિના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે.

આ કાર્યક્રમમાં દલિતો પર થયેલી હિંસા અંગે NCP નેતા શરદ પવારે જણાવ્યું કે, 200 વર્ષોથી લોકો ત્યાં જઇ રહ્યા છે પણ આવું ક્યારેય થયું નથી.