Not Set/ વર્ધાના આર્મી ડેપોમાં ૨ વર્ષમાં થયો બીજો બ્લાસ્ટ, ૨૦૧૬માં થયા હતા ૧૬ જવાનોના મોત

વર્ધા, મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાવ સ્થિત આર્મીના સૌથી મોટા હથિયાર ડેપોમાં મોટો બ્લાસ્ટ થયો છે. મંગળવાર સવારે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં થયેલા આ બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થયા છે, જયારે ૧૧ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. #UPDATE: Death toll rises to six in the Pulgaon Army depot explosion in Wardha. #Maharashtra https://t.co/VbbSr4NCBm— ANI […]

Top Stories India Trending
89850142 89850141 વર્ધાના આર્મી ડેપોમાં ૨ વર્ષમાં થયો બીજો બ્લાસ્ટ, ૨૦૧૬માં થયા હતા ૧૬ જવાનોના મોત

વર્ધા,

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાવ સ્થિત આર્મીના સૌથી મોટા હથિયાર ડેપોમાં મોટો બ્લાસ્ટ થયો છે. મંગળવાર સવારે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં થયેલા આ બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થયા છે, જયારે ૧૧ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

૨૦૧૬માં પણ ડેપોમાં થયો હતો બ્લાસ્ટ

Pulgaon, Pulgaon fire, Central ammunition depot, ammunition depot Pulgaon, Pulgaon ammunition depot

જો કે આ પહેલીવાર નથી જયારે સેનાના આ ડેપોમાં બ્લાસ્ટ થયો છે. આ પહેલા આજથી બે વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં મોડી રાત્રે ડેપોમાં રખાયેલા દારૂગોળામાં આગ લાગવાને કારણે મોટો વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને જેમાં આર્મીના ૧૬ જવાનોના મોત થયા હતા જયારે ૧૯ લોકો ઘાયલ પણ થયા હતા. મૃત્યુ પામેલા આ જવાનોમાં સેનાના ૨ અધિકારીઓ પણ શામેલ હતા.

ડેપોના ફાયરિંગ રેન્જમાં થયો બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, વર્ધા સ્થિત આર્મીના આ ડેપોના ફાયરિંગ રેન્જમાં આ ઘટના થઇ છે. આ ફાયરિંગ રેન્જમાં ડેપોના કર્મચારીઓ કોઈ જૂના વિસ્ફોટકોને નષ્ટ કરવા માટેની પ્રક્રિયા કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. જયારે આ ધમાકો થયો ત્યારે સવારે શિફ્ટમાં કામ કરનારા અંદાજે ૪૦ લોકો ઘટનાસ્થળે હતા.

vardha balst વર્ધાના આર્મી ડેપોમાં ૨ વર્ષમાં થયો બીજો બ્લાસ્ટ, ૨૦૧૬માં થયા હતા ૧૬ જવાનોના મોત

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ બ્લાસ્ટમાં ૪ લોકો મર્યા હોવાની પૃષ્ટિ કરી છે, જેમાં ત્રણ લોકો ગામના હતા જયારે એક ફેકટરીમાં કામ કરનારો એક મજૂર હતો.

બીજી બાજુ સવારમાં અચાનક જ થયેલા આ બ્લાસ્ટના કારણે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયોછે. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઇ ગઈ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટના કારણે હથિયાર ડેપોમાં જાનમાલનું નુકશાન થવાની ભીતિ છે. આ કારણે આજુબાજુના વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

આ ઉપરાંત માહિતી મળી રહી છે કે, આ બ્લાસ્ટના કારણે સુરક્ષાના કારણોને જોતા આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

શું છે વર્ધા સ્થિત આર્મીના ડેપોની ખાસિયત ?

pulgaon વર્ધાના આર્મી ડેપોમાં ૨ વર્ષમાં થયો બીજો બ્લાસ્ટ, ૨૦૧૬માં થયા હતા ૧૬ જવાનોના મોત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાવ સ્થિત આવેલા આર્મીનો હથિયાર ડેપો એ દેશનો સૌથી મોટો ડેપો છે અને તે ૭૦૦૦ એકરમાં ફેલાયેલો છે.

આ ડેપો નાગપુરથી અંદાજે ૧૧૫ કિમી દૂર છે અને એમાં સેનાના હથિયારો તેમજ દારૂગોળાઓ સૌથી વધુ ભંડાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફેક્ટરીઓમાં બનેલા હથિયારો સૌથી પહેલા આ ડેપોમાં આવે છે અને ત્યારબાદ દેશના અન્ય સ્થાનો પર સપ્લાઈ કરવામાં આવે છે.