Not Set/ કર્ણાટકની સત્તા પર કોણ થશે બિરાજમાન ? એક્ઝિટ પોલમાં સામે આવ્યા આ આંકડા, જુઓ

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકો માટે શનિવારે હાથ ધરાયેલુ ચુંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. સાંજે ૬ વાગ્યા સુધી સરેરાશ ૭૦ ટકા મતદાન નોધાયું છે. આ સાથે જ ૨૬૦૦ ઉમેદવારોની ભાવિ EVM મશીનમાં કેદ થઇ ચુક્યું છે. ત્યારે હવે આ ચુંટણીની મતગણતરી ૧૫ મેના રોજ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ મતદાન પૂર્ણ થયા બાદ હવે […]

Top Stories India Trending
karnataka elections 759 કર્ણાટકની સત્તા પર કોણ થશે બિરાજમાન ? એક્ઝિટ પોલમાં સામે આવ્યા આ આંકડા, જુઓ

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકો માટે શનિવારે હાથ ધરાયેલુ ચુંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. સાંજે ૬ વાગ્યા સુધી સરેરાશ ૭૦ ટકા મતદાન નોધાયું છે. આ સાથે જ ૨૬૦૦ ઉમેદવારોની ભાવિ EVM મશીનમાં કેદ થઇ ચુક્યું છે. ત્યારે હવે આ ચુંટણીની મતગણતરી ૧૫ મેના રોજ હાથ ધરવામાં આવશે.

બીજી બાજુ મતદાન પૂર્ણ થયા બાદ હવે આ ચુંટણીને અનુલક્ષીને એક્ઝિટ પોલ પણ બહાર આવી રહ્યા છે. એક્ઝિટ પોલમાં વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી બતાવવામાં આવી છે જયારે રાજ્યમાં ત્રિશુંક વિધાનસભા રચાવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

ઇન્ડિયા ટુડે : 

ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૧૦૬-૧૧૮ સીટ, ભારતીય જનતા પાર્ટીને ૭૯-૯૨ સીટ તેમજ જેડીએસને ૨૨-30થી બેઠકો મળતી જણાવવામાં આવી રહી છે.

ઇન્ડિયા ટુડે દ્વારા કર્ણાટક વિધાનસભાની ૨૨૨ સીટ પર સર્વે કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયા TV-VMR :

ઇન્ડિયા TV-VMR દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં પણ રાજ્યમાં ત્રિશુંક વિધાનસભા રચાતી બતાવવમાં આવી રહી છે.

ઇન્ડિયા TV-VMRના એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસ ૯૭ સીટ સાથે સૌથી મોટી પાર્ટી બની રહી છે જયારે ભાજપને ૮૭ સીટ અને JDSને ૩૫ બેઠકો મળી રહી છે.

ટાઈમ્સ નાઉ :

ટાઈમ્સ નાઉ દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસને ૯૭ સીટ સાથે સૌથી મોટી પાર્ટી બતાવવામાં આવી છે. જયારે વિપક્ષી પાર્ટી ભાજપને ૮૭ અને જેડીએસને ૩૫ બેઠકો મળી રહી છે.

રિપબ્લિક TV : 

રિપબ્લિક TV દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં ભાજપને ૯૫-૧૧૪ સીટ સાથે સૌથી મોટી બતાવવામાં આવી રહી છે. જયારે કોંગ્રેસને ૭૩-૮૨ સીટ અને JDSને ૩૨-૪૩ સીટ મળી રહી છે.

સુવર્ણ ચેનલ :

કર્ણાટકની સ્થાનિક ચેનલ સુવર્ણ દ્વારા કરાયેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૧૦૬થી ૧૧૮ સીટ જયારે ભાજપને ૭૯-૯૨ સીટ અને જેડીએસને ૨૨-30 સીટ મળી રહી છે.