Not Set/ શું રહિમ પર થશે રહેમ? કોર્ટ લેશે આજે નિર્ણય.

યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ પર આજે પંચકૂલા સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવામાં આવશે. શહેરમાં કડક સિક્યુરિટી વચ્ચે પણ લાખો સમર્થકો પંચકૂલા પહોંચી ગયા છે. આજે વહેલી સવારથી જ સમર્થકોની કોર્ટની બહાર ભીડ થવા લાગી છે. આજે 15 વર્ષ પછી સાધ્વી શારીરિક શોષણ કેસમાં ચૂકાદો આવવાનો છે ત્યારે ડેરા પ્રમુખે […]

India
rockstar baba love charger baba punjab શું રહિમ પર થશે રહેમ? કોર્ટ લેશે આજે નિર્ણય.

યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ પર આજે પંચકૂલા સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવામાં આવશે. શહેરમાં કડક સિક્યુરિટી વચ્ચે પણ લાખો સમર્થકો પંચકૂલા પહોંચી ગયા છે. આજે વહેલી સવારથી જ સમર્થકોની કોર્ટની બહાર ભીડ થવા લાગી છે. આજે 15 વર્ષ પછી સાધ્વી શારીરિક શોષણ કેસમાં ચૂકાદો આવવાનો છે ત્યારે ડેરા પ્રમુખે પણ કહ્યું છે કે, તેઓ કોર્ટમાં હાજર થશે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડેરા પ્રમુખ ગુરમીત રોડના રસ્તે જ પંચકૂલા કોર્ટ પહોંચવાના છે. હરિયાણાના સિરસાની સ્થિતિ જોતા ગુરુવાર સાંજથી જ અહીં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.મહત્વનું છે કે આવા સમયે હિંસાની શંકા વચ્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા સચ્ચા સોદાના પ્રમુખને એવો આદેશ કર્યો છે કે તેઓ તેમના ટેકેદારોને પોતપોતાનાં ઘરે પાછા ફરી જવા કહે.

બીજી તરફ હિંસા અને સંભવિત તોફાનોને રોકવા પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનોએ આર્મીની મદદ માગી છે. ગમે ત્યારે આ બંને રાજ્યોના સંવેદનશીલ વિસ્તારોમાં આર્મી તહેનાત થઈ શકે છે.મહત્વનું છે કે જાટ આંદોલન વખતે જેવી અરાજકતા સર્જાઈ હતી તેવી સ્થિતિ રોકવા માટે રાજ્યોને તાકીદ કરાઈ છે. બંને રાજ્યોના તમામ જિલ્લામાં કલમ 144 લગાવી દેવાઈ છે.તેમજ 72 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામા આવી છે.