Not Set/ માતાની આ તો કેવી મજબૂરી કે, પોતાના પુત્રને વેચી દેવો પડ્યો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહી એક માતાને ગરીબીએ એટલી મજબુર કરી દીધી કે તેને પોતાના પતિની સારવાર કરાવવા માટે પોતાના જ બાળકને વેચવું પડ્યું. આ ઘટના બરેલીના મીરગંજ એરિયાનો વિસ્તારની ઘટના છે. જ્યાં માતાએ પોતાના બીમાર પતિની સારવાર કરાવવા માટે તેના 15 દિવસનાં બાળકને વેચી દીધું. હવે આ માં […]

Top Stories
651608 baby sold up માતાની આ તો કેવી મજબૂરી કે, પોતાના પુત્રને વેચી દેવો પડ્યો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહી એક માતાને ગરીબીએ એટલી મજબુર કરી દીધી કે તેને પોતાના પતિની સારવાર કરાવવા માટે પોતાના જ બાળકને વેચવું પડ્યું.

આ ઘટના બરેલીના મીરગંજ એરિયાનો વિસ્તારની ઘટના છે. જ્યાં માતાએ પોતાના બીમાર પતિની સારવાર કરાવવા માટે તેના 15 દિવસનાં બાળકને વેચી દીધું. હવે આ માં પોતાના લાડકવા બાળકને મળવા માંગે છે, પણ તેના જોડે એટલા રૂપિયા નથી કે તે પોતાના બાળકને પાછું લાવી શકે.

આ ઘટના બરેલીના મીરગંજ એરિયાનો વિસ્તારની ઘટના છે. માતાનું નામ સંજુ છે, તેવું કહેવામાં આવી રહ્યું છે. ઘરમાં ખાલી તેનો પતિ જ એક કમાવવા વાળો વ્યક્તિ હતો. તેનો પતિ મજુરી કરીને ઘર વાળાનું પેટ ભરતો હતો.

થોડા દિવસ પહેલા એક મકાનની દીવાર તેના ઉપર પડી હતી તે વખતે તેની કમરના ભાગમાં ઈજા થઈ હતી અને તેની કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું હતું.

તેના પતિના ઈલાજ માટે તેને શરૂઆતમાં દેવું કરીને તેની સારવાર કરાવી. એટલું જ નહિ તેણે પોતાનું મકાન પણ ગીરવે મુક્યું હતું. પરંતુ લેણદારોએ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું. જેના કારણે તે માતાએ પોતાના 15 દિવસનાં બાળકને 45 હજારમાં જ વેચી દીધું.