Not Set/ વિશ્વ બેંકે ભારતની અર્થવ્યવસ્થાના કર્યા મોંફાટ વખાણ,કહ્યું : વિકાસ દર 7.3% સુધી પહોંચશે, પછાડશે ચીનને

દિલ્હી, બજેટ આવી રહ્યું છે ત્યારે મોદી સરકાર માટે એક સારા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે આવી રહ્યાં છે. વિશ્વ બેંકે 2018માં ભારતનો વિકાસદર 7.3 ટકા રહેવા માટેનું અનુમાન લગાવ્યું છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આગલા બે વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધશે તેવું અનુમાન લગાવ્યું છે. વિશ્વ બેંકે તો ત્યાં સુધી કહી દીધું છે, કે […]

Top Stories
india world bank વિશ્વ બેંકે ભારતની અર્થવ્યવસ્થાના કર્યા મોંફાટ વખાણ,કહ્યું : વિકાસ દર 7.3% સુધી પહોંચશે, પછાડશે ચીનને

દિલ્હી,

બજેટ આવી રહ્યું છે ત્યારે મોદી સરકાર માટે એક સારા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે આવી રહ્યાં છે. વિશ્વ બેંકે 2018માં ભારતનો વિકાસદર 7.3 ટકા રહેવા માટેનું અનુમાન લગાવ્યું છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આગલા બે વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધશે તેવું અનુમાન લગાવ્યું છે. વિશ્વ બેંકે તો ત્યાં સુધી કહી દીધું છે, કે 2018માં ભારત ચીનને પાછળ છોડી દેશે.

વર્લ્ડ બેંકના આ નવા રિપોર્ટના લેખક કોસે કહ્યું કે, ભારતે ત્રણ વર્ષમાં વિકાસના આંકડા ઘણાં સારા રહ્યા છે. રિપોર્ટ મુજબ 2017માં ચીન 6.8%ની ઝડપથી આગળ વધતો હતો. આ ભારતની સરખામણીમાં 0.1% વધુ છે. 2018માં ચીન માટે અનુમાન 6.4% વિકાસ દર કરાયું છે. આગામી બે વર્ષમાં આ અનુમાન ઘટીને ક્રમશ: 6.3% અને 6.2% વિકાસ દર રહેશે.

વર્લ્ડ બેંકે 2018 ગ્લોબર ઈકોનોમિક પ્રોસ્પેક્ટ રિલીઝ કર્યું છે. આ મુજબ નોટબંધી અને GSTથી લાગેલા શરુઆતના ઝાટકા છતાં 2017માં ભારતનો વિકાસ દર 6.7% રહેવાનું અનુમાન છે.

વર્લ્ડ બેંકે ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર આઈહન કોસે કહ્યું છે, કે આગામી દસકામાં ભારત દુનિયાની બીજી વિકસતી અર્થવ્યવસ્થાની તુલનામાં ઉચ્ચ વિકાસ દર હાંસલ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું, કે શોર્ટ ટર્મ આંકડા પર તેમનું ફોકસ નથી. ભારતની જે મોટી તસવીર બની રહી છે તે જણાવે છે, કે તેમાં વિશાળ ક્ષમતા છે.