Not Set/ મુંબઈ : કરોડોના ખર્ચે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે બનશે …..

દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે મુબઇથી એલિફંટા વચ્ચે બનવા જઇ રહ્યો છે. જેની લંબાઇ 8 કિલોમીટર રાખવામાં આવી છે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે, આની પાછળ આશરે 8000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી શક્યાતાઓ છે. જેથી મુંબઇથી એલિફંટા જવા માટે એક કલાકને બદલે માત્ર 14 મીનીટમાં પહોચીં શકાશે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની […]

Top Stories India
Untitled design4 1 મુંબઈ : કરોડોના ખર્ચે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે બનશે .....

દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે મુબઇથી એલિફંટા વચ્ચે બનવા જઇ રહ્યો છે. જેની લંબાઇ 8 કિલોમીટર રાખવામાં આવી છે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે, આની પાછળ આશરે 8000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવી શક્યાતાઓ છે. જેથી મુંબઇથી એલિફંટા જવા માટે એક કલાકને બદલે માત્ર 14 મીનીટમાં પહોચીં શકાશે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.

International Cruise Terminal 696x452 e1541163690347 મુંબઈ : કરોડોના ખર્ચે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે બનશે .....

મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટને લઇને આશરે એક વર્ષથી અમારી તૈયારી ચાલી રહી હતી. આ સમયગાળા દરમિયાન અમે દરેક પ્રકારના પાસાઓનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ આ પ્રોજેક્ટને અમે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. હાલ તો સરકારે આ પ્રોજેક્ટને લઇને અનુમતી તો આપી દીધી છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ રોપ-વેનું નિર્માણ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત કરવામાં આવશે. કંપનીએ આ પ્રોજેક્ટ અંતર્ગત બેથી ચાર બિલ્ડરોએ તેમાં રસ દાખવ્યો હતો. પરંતુ આ અંગેનું રેગ્યુલર ટેન્ડર આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.

આ રોપ-વેમાં 10-11 ટાવર રહેશે. જેની ઉંચાઇ એટલી ઉચીં રાખવામાં આવશે કે તેની નીચેથી જહાજ નિકળી શકે.