Not Set/ વાહ રે… લોકતંત્ર, મણિપુર, મેઘાલય અને ગોવામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સત્તાથી દૂર, પણ કર્ણાટકમાં સત્તા બનાવશે

અમદાવાદ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા છે.  આ પરિણામોમાં કોઇપણ પક્ષને સરકાર બનાવવા માટેની નિયત ૧૧૩ બેઠકો પ્રાપ્ત થઈ નથી. પરંતુ ભાજપ ૧૦૪ બેઠક મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે.  જયારે કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૮ તેમજ અન્યને બે બેઠકો મળી છે.   જેના કારણે કર્ણાટકમાં કોણ સરકાર બનાવશે તે નક્કી નથી.  […]

India Politics
Congress reuters social 2 વાહ રે... લોકતંત્ર, મણિપુર, મેઘાલય અને ગોવામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સત્તાથી દૂર, પણ કર્ણાટકમાં સત્તા બનાવશે

અમદાવાદ,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા છે.  આ પરિણામોમાં કોઇપણ પક્ષને સરકાર બનાવવા માટેની નિયત ૧૧૩ બેઠકો પ્રાપ્ત થઈ નથી. પરંતુ ભાજપ ૧૦૪ બેઠક મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે.  જયારે કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૮ તેમજ અન્યને બે બેઠકો મળી છે.   જેના કારણે કર્ણાટકમાં કોણ સરકાર બનાવશે તે નક્કી નથી.  જો કે કર્ણાટકમાં કોંગ્રેસના સમર્થનથી જેડીએસ દ્વારા રાજ્યપાલને સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો છે.  પરંતુ રાજ્યપાલ દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપને સરકાર રાચવા માટેનું પહેલાં આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે.  આ સંજોગોમાં દેશના લોકતંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના જેવાં જ પરિણામો છેલ્લા એક દોઢ વર્ષમાં દેશમાં યોજાયેલી મણિપુર, મેઘાલય અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આવ્યા હતા.  પરંતુ આ રાજ્યોના રાજ્યપાલ દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર રચવાની તક આપવાના બદલે અન્ય પક્ષની સાથે બહુમતી ધરાવતા ગઠબંધનને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.  જયારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ આવેલા પરિણામ પછી રાજ્યપાલ દ્વારા આનાથી વિપરીત કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

ગત વર્ષે યોજેલી મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં  કુલ ૬૦ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૮ બેઠક,  બીજેપીને ૨૧ બેઠક,  ડાબેરીઓને એક બેઠક તેમજ અન્યને ૧૦ બેઠક મળી હતી.  અહિયાં રાજ્યપાલ દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોંગ્રેસને તક આપવાના બદલે ભાજપને અન્યોની સાથે મળીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આવી જ રીતે, આ વર્ષે ફેબ્રુઆરીમાં મેઘાલય વિધાનસભાની ૬૦માંથી ૫૯ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.  જેમાં સરકાર રચવા માટે ૩૧ બેઠકોની જરૂર હતી પરંતુ આ ચૂંટણીના પરિણામ મુજબ કોંગ્રેસને ૨૧ બેઠક, નાગાલેંડ પિપલ્સ પાર્ટી (એનપીપી)ને ૧૯ બેઠક, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી)ને છ બેઠક, પિપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીએફ)ને ચાર બેઠક, હિલ સ્ટેટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એચએસપીડીપી) અને ભાજપને બે બે બેઠકો અને એનસીપીને એક બેઠક મળી હતી.  જયારે ત્રણ બેઠક અપક્ષને ફાળે ગઈ હતી.

આ પરિણામોને જોતા રાજ્યપાલ દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પ્રથમ તક કોંગ્રેસને સરકાર બનાવવાની તક આપવી જોઈતી હતી. પરંતુ રાજ્યપાલ દ્વારા સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી એનપીપીને સરકાર રચવા માટેની તક આપવામાં આવી હતી.  જેમાં નાગાલેંડ પિપલ્સ પાર્ટી (એનપીપી)ના કોનરાડ સંગમાએ પોતાની પાર્ટીના ૧૯, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી)ને છ સભ્ય, પિપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીએફ)ને ચાર સભ્ય, હિલ સ્ટેટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એચએસપીડીપી) અને ભાજપને બે બે સભ્ય અને એક અપક્ષ સભ્ય મળીને કુલ ૩૪ સભ્યોનું સમર્થન સાથે પોતાની સરકાર રચવાનો દાવો કર્યો હતો.  જેને રાજ્યપાલે ગ્રાહ્ય રાખી હતી.

આવી જ રીતે ગત વર્ષે માર્ચ ૨૦૧૭માં ગોવા વિધાનસભાની ૪૦ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.  આ ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને ૧૭ બેઠક, ભાજપને ૧૩ બેઠક, એનસીપીને એક બેઠક, એમજીપીને ત્રણ, જીએફપીને ત્રણ બેઠક અને ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.  આથી રાજ્યપાલ દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોંગ્રેસને સરકાર રચવાની તક આપવાના બદલે ભાજપને તક આપવામાં આવી હતી.  જેમાં ભાજપે પોતાના ૧૩ સભ્ય ઉપરાંત એમજીપી અને જીએફપીના ત્રણ ત્રણ સભ્ય અને ત્રણ અપક્ષ સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો અને સરકાર બનાવી હતી.  જયારે બીજી તરફ જો કોંગ્રેસને તક મળી હોત તો તે પોતાના ૧૭ સભ્ય ઉપરાંત ત્રણ અપક્ષ અને એનસીપીના એક સભ્ય સાથે સરકાર બનાવી શકી હોત. પરંતુ આવું થયું ન હતું.

આવી જ પરિસ્થિતિ કર્ણાટકમાં ઉદભવી છે, ત્યારે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ દ્વારા જેડીએસને સરકાર રચવા માટે સમર્થન આપ્યું છે.  આ બંને પાર્ટીના કુલ ૧૧૬ સભ્યો સાથે સરકાર રચવા માટે જેડીએસના એચ. ડી. કુમારાસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ દાવો પણ કર્યો છે.  પરંતુ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ પાઠવવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

આ સંજોગોને જોતા એવું લાગી રહ્યું છે કે કેન્દ્રમાં રહેલી ભાજપની સરકાર દ્વારા દરેક રાજ્યમાં કોંગ્રેસ સત્તાથી કેવી રીતે દૂર રહે તે માટેનું વ્યવસ્થિત આયોજન કરાયું છે.  આ માટે જે તે રાજ્યોમાં રહેલા રાજ્યપાલોને પોતાના મનસ્વીપણે પોતાને અનુકુળ હોય તેવી પાર્ટીને સરકાર બનાવવા માટેની તક આપવા માટેનું સૂચન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  આ ઘટનાઓ પરથી એવું જણાય છે કે સંબંધિત રાજ્યોના રાજ્યપાલો લોકતંત્રના કાયદાના બદલે પોતાને અનુકુળ કાયદા મુજબ જે તે પાર્ટીને સરકાર રચવા માટેની તક આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.