Not Set/ સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં રાહત મળી શકેશે. જાણો કઈ રીતે

દેશભરમાં પેટ્રોલ-ડીઝલમાં કિંમતમાં વધારો થતો જ રહે છે. અત્યારે સુધી દેશમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયાને વટાવી ચુકી છે. ત્યારે ડીઝલની કિંમત ૬૭ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલમાં કિંમતમાં વધારો થતા સામાન્ય માણસના ખિસ્સામાં ભાર વધી ગયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલિયમ મંત્રાલયે એક્સાઈઝ ડ્યુટીમાં કાતર ફેરવવાની માંગ કરી છે. મહત્વનું છે કે, આગામી અઠવાડિયે સંસદમાં […]

Business
petrol crosses rs 80 in mumbai diesel over rs 67 સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં રાહત મળી શકેશે. જાણો કઈ રીતે

દેશભરમાં પેટ્રોલ-ડીઝલમાં કિંમતમાં વધારો થતો જ રહે છે. અત્યારે સુધી દેશમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયાને વટાવી ચુકી છે. ત્યારે ડીઝલની કિંમત ૬૭ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલમાં કિંમતમાં વધારો થતા સામાન્ય માણસના ખિસ્સામાં ભાર વધી ગયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલિયમ મંત્રાલયે એક્સાઈઝ ડ્યુટીમાં કાતર ફેરવવાની માંગ કરી છે.

મહત્વનું છે કે, આગામી અઠવાડિયે સંસદમાં બજેટ રજૂ થશે. આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારોની કિંમતમાં થતાં વધારાને ધ્યાનમાં રાખી પેટ્રોલિયમ મંત્રાલયે નાણાં પ્રધાનને વર્ષ ૨૦૧૮-૧૯ના કેન્દ્રીય બજેટમાં એક્સાઈઝ ડ્યુટીમાં કાતર ફેરવવાની માંગ કરી છે.

પેટ્રોલિયમ સચિવ કેડી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે ઉદ્યોગો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ભલામણો વિચાર માટે મોકલી છે. જોકે, આ બાબતે વિગતવાર માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિલીટર ૧૯.૪૮ રૂપિયા તથા ડીઝલ પર પ્રતિલીટર ૧૫.૩૩ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ પર વેટ ૧૫.૩૯ રૂપિયા અને ડીઝલ પર ૯.૩૨ રૂપિયા વસૂલે છે. મુખ્ય બે બ્રેંટ અને અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રુડ આજે વધારી અનુક્રમે ૬૯.૪૧ ડૉલર પ્રતિ બેરલ તથા ૬૩.૯૯ ડૉલર પ્રતિ બેરેલ પહોંચી ગયા છે.