Not Set/ ઈન્ડોનેશિયાએ પાડોશી દેશ ચીનને ઝટકો આપતા ભારતને આપી આ મોટી ભેટ

જકાર્તા, પીએમ મોદી 29 મેથી પાંચ દિવસ માટે ત્રણ દેશોના વિદેશ પ્રવાસના પહેલા પડાવમાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોચ્યા બાદ ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું રાષ્ટ્રપતિ ભવનમાં શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં રક્ષા, વેપાર સહિતના કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતાં. ત્યારે હવે ઇન્ડોનેશિયાએ ભારતને […]

Top Stories India
pm modi.. ઈન્ડોનેશિયાએ પાડોશી દેશ ચીનને ઝટકો આપતા ભારતને આપી આ મોટી ભેટ

જકાર્તા,

પીએમ મોદી 29 મેથી પાંચ દિવસ માટે ત્રણ દેશોના વિદેશ પ્રવાસના પહેલા પડાવમાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોચ્યા બાદ ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું રાષ્ટ્રપતિ ભવનમાં શાહી સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં રક્ષા, વેપાર સહિતના કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતાં.

ત્યારે હવે ઇન્ડોનેશિયાએ ભારતને મોટી ભેટ આપી છે. ઇન્ડોનેશિયાએ હવે વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા સબાંગ બંદરનો આર્થિક અને સૈન્ય માટે ઉપયોગ કરવાની પરવાનગી ભારતને આપી છે.

બીજી બાજુ ઇન્ડોનેશિયા દ્વારા ભારતને આપવામાં આવેલી આ ભેટ ચીન માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, “સબાંગ બંદર, અંદમાન-નિકોબાર ટાપુઓથી ફક્ત ૭૧૦ કિલોમીટર દૂર છે. એક વ્યૂહરચના દ્રષ્ટિકોણથી આ બંદર ભારત માટે ખુબ મહત્વનો છે.

સબાંગ બંદરની વાત કરવામાં આવે તો, આ ટાપુ સુમાત્રાની ઉત્તર બાજુએ છે અને મલાક્કા સ્ટ્રેટની નજીક છે. એક રીપોર્ટ મુજબ, ભારત સબાંગ પોર્ટ અને ઇકોનોમિક ઝોનમાં રોકાણ કરશે અને એક હોસ્પિટલ પણ બનાવશે.

મલાક્કા સ્ટ્રેટ દુનિયામાં ૬ પાતળા સમુદ્રી રસ્તાઓમાનો એક છે. સૈન્ય અને આર્થિક રૂપે આ ખુબ મહત્વપૂર્ણ છે, સાથે જ આ રસ્તે ક્રુડ ભરેલા જહાજો પસાર થાય છે. આ ટાપુ જે વિસ્તારમાં છે ત્યાંથી ભારતનો ૪૦ ટકા સમુદ્રી વ્યાપાર થાય છે.

સબાંગ બંદરની ઊંડાઈ ૪૦ મીટર છે, જેને દરેક પ્રકારના જહાજની સાથે સાથે સબમરીન માટે પણ અનુકુળ માનવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાને આ ટાપુનો ઉપયોગ પોતાના સૈન્યને સાચવવા માટે કર્યો હતો, સાથે જ અહી જહાજ પણ રાખ્યા હતા. આ પહેલા ચીને પણ સબાંગ વિસ્તારના ઉપયોગ અને વિકાસ માટે રસ દાખવ્યો હતો.

મહત્વનું છે કે, ઈન્ડોનેશિયાએ આ ભેટ મોદીના પ્રવાસ પહેલા જ ભારતને આપી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની આ પહેલી ઇન્ડોનેશિયા યાત્રા છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પીએમ મોદીને નિમંત્રણ આપ્યું હતું.

હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ઘુસપેઠના કારણે ભારત અને ઈન્ડોનેશિયાની ચિંતા વધધી હતી. ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ સહયોગ પ્રસ્તાવ પર વર્ષ ૨૦૧૪-૧૫ માં વિચાર-વિમર્શ શરુ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, ચીન અને ઇન્ડોનેશિયા વચ્ચે સાઉથ ચાઈના સી ના મુદ્દે તેમજ નટુના ટાપુ વિસ્તાર અંગે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સાઉથ ચાઈના સી અને બીઆરઆઈ મુદ્દાને જોતા, ઈન્ડોનેશિયાએ ભારતને સાથ આપવાનો નિર્ણય કર્યો છે.