Halvad/ હળવદના ખેડૂતો પર કુદરતની સાથે પ્રાઇવેટ કંપનીઓ બની આફત, જાણો સમગ્ર મામલો

હળવદના ખેડૂતો પર કુદરતી આફતોની સાથો સાથ પ્રાઇવેટ કંપનીઓ દ્ધારા પણ આફત ઉભી કરવામા આવી છે. કેનાલો, રોડ રસ્તા અને વિજલાઇનો ખેડૂતોની જમીન સતત કાપી રહીસે અને સામે પુરુ વળતર પણ ખેડૂતોને નથી મળી રહ્યુ.

Gujarat
a 476 હળવદના ખેડૂતો પર કુદરતની સાથે પ્રાઇવેટ કંપનીઓ બની આફત, જાણો સમગ્ર મામલો

ખેડૂતોના ખેતરમા 765 કેવી વિઝપોલ નાખવામા આવી છે, ત્યારે ખેડૂતોને કપાત જમીનના વળતર કેટલુ આપવામા આવસે એ બાબતે કોઇ ચોખવટ ન થતા ખેડૂતોએ યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદન આપ્યુ છે.

હળવદના ખેડૂતો પર કુદરતી આફતોની સાથો સાથ પ્રાઇવેટ કંપનીઓ દ્ધારા પણ આફત ઉભી કરવામા આવી છે. કેનાલો, રોડ રસ્તા અને વિજલાઇનો ખેડૂતોની જમીન સતત કાપી રહીસે અને સામે પુરુ વળતર પણ ખેડૂતોને નથી મળી રહ્યુ.

આ સમયમાં હળવદ તાલુકાના કોયબા, રાણેકપર, ઘનશ્યામપુર, માનસર સહિતના ગામોનીના ખેતર પરથી 765 કેવી લાકડીયા-વડોદરા ટ્રાન્સમીશન લાઇન પસાર થઇ છે અને ખેડૂતોની કિમંતી જમીનમા મોટા વિઝપોલ નાખવામા આવી છે, ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે, અમારી જમીન કપાઇ રહી છે પરંતુ હજુ સુધી અમને વળતર કેટલુ આપશે એની કોય પ્રકારની ચોખવટ નથી કરવામા આવી

ખેડૂતોની કિમંતી જમીન કેનાલ રસ્તા કે વિઝલાઇનો કારણે કપાઇ રહીસે પ્રાઇવેટ કંપનીઓ કપાત જમીનનુ પુરતુ વળતર નથી આપી રહી ત્યારે હળવદના રાણેકપર, માનસર, કોયબા, ઘનશ્યામપુર ના ખેડૂતો આજે મોટી સંખ્યામા મામલતદાર કચેરીએ પહોચી યોગ્ય વળતર બાબતે માંગ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…