Not Set/ આ આરોગ્ય કર્મીઓને કોરોના સંક્રમણ નહિ પરંતુ આર્થિક સંક્રમણ ડરાવી રહ્યું છે…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની 12 જેટલી પીએચસી સેન્ટર ના કર્મીઓ કોરોના સંક્રમણ તો દૂર છે પણ આર્થિક સંક્રમણ માં આવી ગયા છે .

Gujarat Others Trending
corona 6 આ આરોગ્ય કર્મીઓને કોરોના સંક્રમણ નહિ પરંતુ આર્થિક સંક્રમણ ડરાવી રહ્યું છે...

કોરોનાનુ સૌથી વધુ સંક્રમણ કોરોના વોરિયર ગણાતા આરોગ્ય કર્મી ઓને થવાની સંભાવના હોય છે તેમ છતાં પણ જીવના જોખમ સામે પણ સેવા અને નોકરીને પ્રથમ ફરજ ગણીને આરોગ્ય કર્મીઓ મોતની સામે ખડેપગે અવિરત સેવાઓ આપી રહ્યા છે. પરંતુ હાલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની 12 જેટલી પીએચસી સેન્ટર ના કર્મીઓ કોરોના સંક્રમણ તો દૂર છે પણ આર્થિક સંક્રમણ માં આવી ગયા છે .

રાત દિવસ જોયા વગર જેઓ અવિરત સેવધર્મ બજાવી રહ્યા છે એવા આરોગ્ય કર્મીઓ માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ વેતન માં વધારાની જાહેરાત કરી છે 3 મહિના સુધી પગાર માં વધારો જાહેર કરીને કોરોના વોરિયર ને હિંમત આપી છે પણ એ પગાર વધારાની વાત ની સામે ચીખલી તાલુકાના 300 આરોગ્ય કર્મીઓ પગાર નિયમિત ન થતા આર્થિક સંક્રમણ માં આવી ગયા છે 12 જેટલી પીએચસી સેન્ટર માં ફરજ બજાવતા 300 જેટલા કર્મીઓ આજે પગાર ન મળવાને કારણે મુશ્કેલી માં મુકાયા છે. ત્યારે પરિવાર ના ગુજરાન માટે પણ કોરોના વોરિયર સરકાર સામે નિયમિત પગાર મળે તેની માંગણીઓ કરી રહ્યા છે. ડોક્ટર થી લઈને વોર્ડબોય સુધીના તમામ કર્મીઓ પગાર મુદ્દે નારાજગી યકત કરી રહ્યા છે.

કોરોનાનો કોહરામ / ચૂંટણી રાજ્ય બંગાળમાં નોધાયાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ, મમતા બેનર્જીએ જાહેર સભાઓને કરી રદ

nitish kumar 10 આ આરોગ્ય કર્મીઓને કોરોના સંક્રમણ નહિ પરંતુ આર્થિક સંક્રમણ ડરાવી રહ્યું છે...