ધર્મ/ ચૈત્ર નવરાત્રી ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાની કરો પૂજા, જાણો મુહૂર્ત અને વિધી.

હિન્દુ ધર્મનો પાવન પર્વ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. આ વર્ષે નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઇ હતી જે 17 એપ્રિલ સુઘી ચાલવાની છે.

Trending Religious Navratri Puja
Cricket Tutorials YouTube Thumbnail 15 ચૈત્ર નવરાત્રી ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાની કરો પૂજા, જાણો મુહૂર્ત અને વિધી.

હિન્દુ ધર્મનો પાવન પર્વ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. આ વર્ષે નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઇ હતી જે 17 એપ્રિલ સુઘી ચાલવાની છે. આજે ચૈત્ર નવરાત્રીનું ત્રીજુ નોરતુ છે. આ ત્રીજુ નોરતુ માતા ચંદ્રઘંટાને સર્મપિત છે. પૂરા વિધી વિધાનથી માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્રિની પ્રાપ્તી થાય છે. તો આવો જાણીયે માતા ચંદ્રઘંટાની પૂજા, આર્ચના, વિધી વિધાન, કથા અને શૂભ મુહૂર્ત વિશે.

માતા ચંદ્રધંટાનું સ્વરૂપ અલૌકિક છે. માતાના મસ્તક પર અર્ધ ચંદ્રમા બિરાજમાન હોય છે. જેના કારણે તેમને ચંદ્રઘંટા માતા કહેવામાં આવે છે. માતાજી શસ્ત્ર ધારણ કરેલા અને સિંહ ઉપર અસવાર હોય છે. ચંદ્રઘંટા માતાની પૂજા કથા અને પાઠ કરવાથી શરીરના બધા જ રોગ દુ:ખ. કષ્ઠ દુર થઇ જાય છે.

પૂજા વિધિ

1 સવારે ઉઠીને સ્નાન કરીને મંદિરને સાફ કરો
2 દુર્ગા માતાને ગંગા જળનો અભિષેક કરો
3 માતાને અક્ષત,લાલ ચંદન. ચુંદળી, સફેદ અને લાલ ફુલ ચઢાવો
4 દેવી દેવતાને જળ ચઢાવીને ફળ,ફુલ અને તિલક લગાવો
5 પ્રસાદના રૂપમાં ફળ અને મિઠાઇ ચઢાવો
6 ઘરના મંદિરમાં ધુપ અગરબત્તી અને ધીનો દિપક પ્રગટાવો
7 દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો
8 પાન કપુર અને લવિંગ રાખીને માતાજીની આરતી કરો
9 હવે પ્રાથના કરો

ચંદ્રઘંટા માંનો મંત્ર

ॐ देवी चन्द्रघण्टायै नमः॥
ह्रीं श्री अम्बिकायै नम:

ચંદ્રધંટા માતાની કથા અને વાર્તા

પૌરાણીક કથાઓ અનુસાર સ્વર્ગમાં રાક્ષકોનો ત્રાસ વધવાથી દુર્ગા માતાએ ચંદ્રઘંટા માતાનું રૂપ ધારણ કર્યુ હતુ. મહિષાસુર નામના રાક્ષસ બધા દેવતાઓેને હેરાન કરી નાખ્યા હતા અને મહિષાસુર સ્વર્ગ લોકમાં તેમનો અધિકાર જમાવવા માંગતો હતો. તે બધા દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો.મહિષાસુરના આંતકથી પરેષાન દેવતાઓ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશની પાસે જઇને તેમની સમસ્યા જણાવે છે અને તેમના પાસે મદદ માગે છે. આ રાક્ષસનો આંતક દેખીના આ ત્રણ દેવતાને ગુસ્સો આવે છે, અને આ ત્રણ દેવતાના ક્રોધથી એક ઉર્જા નીકળે છે, અને ત્યારે ચંદ્રઘંટા માતાનો પ્રગટ થાય છે. જ્યારે માતા પ્રગટ થાય છે ત્યારે બધા દેવતાઓએ તેમને ઉપહાર આપ્યા જેમાં શિવજીએ તેમને તેમનું ત્રિશુળ આપ્યુ. વિષ્ણુજીએ તેમનું ચક્ર આપ્યુ. સુર્યએ તેજ,તલવાર,સિંહ અને ઇંદ્રએ તેમને તેમનો ઘંટ આપ્યો .અને શસ્ત્ર શોભિત ચંદ્રધંટા માતાએ મહિષાસુરને વધી બધા દેવતાઓની રક્ષા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો