Not Set/ નવસારી/ મંદીએ હીરાના કારખાનેદારને જ બનાવ્યો હીરાનો લુંટારૂ

નવસારીના સાંઢકુવા વિસ્તારમાં હીરાના વેપારીની સાથે અકસ્માત કર્યા બાદ તેની પાસેની ૬૦ લાખ રૂપિયાના હીરાની લૂટ ચલાવી ત્રણ બદમાશો ફરાર થવાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં આજે નવસારી ટાઉન પોલીસે એક હીરાના કારખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં ચાર આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. જયારે પોલીસે ૫૬.૭૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે […]

Gujarat Others
કીર્તિ પટેલ 2 નવસારી/ મંદીએ હીરાના કારખાનેદારને જ બનાવ્યો હીરાનો લુંટારૂ

નવસારીના સાંઢકુવા વિસ્તારમાં હીરાના વેપારીની સાથે અકસ્માત કર્યા બાદ તેની પાસેની ૬૦ લાખ રૂપિયાના હીરાની લૂટ ચલાવી ત્રણ બદમાશો ફરાર થવાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં આજે નવસારી ટાઉન પોલીસે એક હીરાના કારખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં ચાર આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. જયારે પોલીસે ૫૬.૭૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, બાકીના ત્રણ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નવસારીના માણેકલાલ રોડ ખાતે રહેતા હીરાના વેપારી સુરેશ શાહ શહેરના સત્તાપીર ખાતે હીરા બજારમાં પોતાની પેઢી ધરાવે છે. જેઓ ગત ૨૧ જાન્યુઆરીના રોજ સાંજે પોતાની પેઢીએથી ૬૦ લાખ રૂપિયાના કુલ ૩ હજાર કેરેટના હીરા ભરેલી બેગ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સાંઢકુવા નજીક અજીત સોસાયટી પાસે દેરાસર પાસે એક રૂમાલ બાંધીને આવેલા બાઈક ચાલકે તેમની મોપેડ સાથે જાણી જોઇને અકસ્માત સર્જ્યો હતો.

બાદમાં અચાનક અન્ય બે બુકાનીધારીઓએ સામેથી આવીને સુરેશ શાહ પાસેથી લાખોના હીરા ભરેલી બેગ ઝૂંટવી ઘટના સ્થળેથી ફરાર થયા હતા. સમગ્ર ઘટનામાં નવસારી જિલ્લા પોલીસ સહીત રેંજ પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેમાં હાલમાં જ નવસારી શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ સોસાયટીના ફૂટેજને પણ તપાસ્યા હતા.

સાથે જ પોલીસે ખબરીઓને પણ એક્ટીવ કર્યા હતા. જેમાં પોલીસને બાતમી મળી હતી કે હીરાની લૂટ પ્રકરણમાં સંડોવાયેલ એક આરોપી હીરા ચૌધરી શહેરના શાંતાદેવી રોડ સ્થિત શ્રીજી રેસિડેન્સી ખાતે તેના ઘરે આવનાર છે. જેના આધારે પોલીસે આરોપીના ઘર નજીક ફિલ્ડીંગ ગોઠવી, આરોપી હીરા ચૌધરી આવતા જ તેની ધરપકડ કરી હતી.

આરોપીની સખ્તાઈથી પૂછપરછ કરતા તેણે લુંટનો પ્લાન મૂળ બનાસકાંઠાના અને હાલ વિજલપોર ખાતે રહેતા પરબત દેસાઈએ ઘડ્યો હતો. જયારે તેની સાથે મૂળ બનાસકાંઠાના જ મેહુલ બારોટ અને હરજી કરશનભાઈ ચૌધરી પણ સામેલ હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે પરબત, મેહુલ અન એ હરજીને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે આરોપી પરબત દેસાઈ પોલીસની ભીંસ વધતા લુંટનો સામાન એક થેલામાં ભરી વિજલપોરની અલકા સોસાયટીમાં આવેલા હેર સેલુનમાં પરત લઇ જવાનું કહી મૂકી ગયો હતો.

જોકે બે દિવસ સુધી પરબત પરત ન આવતા સેલુન સંચાલકે તેની થેલી ટાઉન પોલીસને જમા કરાવી હતી. જેમાં લૂટમાં ગયેલા ૨૮૪૧.૬૬ કેરેટના હીરા મલી આવ્યા હતા. પોલીસે થેલીમાંથી કુલ ૫૬.૮૩ લાખ રૂપિયાના લૂટમાં ગયેલા હીરાનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.