કચ્છ/ મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એકવાર ઝડપાયો અમેરિકી ગાંજો

નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો -દીલ્હીએ મુન્દ્રામાં માલ્ટા દેશના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો અમેરિકી ગાંજો મેરી જુઆના ઝડપી પાડ્યો

Top Stories Gujarat
life 1 મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એકવાર ઝડપાયો અમેરિકી ગાંજો

ગુજરાતની દરિયાઈ સીમા માદક પદાર્થોની હેરાફેરી માટે કુખ્યાત બનતી જાય છે. અવાર નવાર ગુજરાતની દરિયાઈ સીમમાંથી વિવિધ માદક પદાર્થો વિવિધ સુરક્ષા એજન્સી દ્વારા ઝડપી પાડવામાં આવે છે. ફરી એકવાર કચ્છના મુન્દ્રા બંદરેથી એક કન્ટેનરમાંથી ગાંજો મળી આવ્યો છે. અને ચકચાર મચી છે.

કચ્છના મુન્દ્રા બંદરેથી નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો -દીલ્હી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમેરિકી ગાંજો મેરી જુઆના મોટી માત્રામાં હાથ લાગ્યો છે. એક ભંગારના કન્ટેનરમાં છુપાવીને ગાંજાના 90 જેટલા પેકેટ ભારતીય સીમમાં લાવવામાં આવ્યા હતા. ગાંજો જે કન્ટેનરમાં મળી આવ્યો હતો તેની ઉપર માલ્ટા દેશનો ફ્લેગ લગાવાયો છે. હરિયાણાના સોનીપત માટે આ જથ્થો લઇ જવાતો હોવાની માહિતી પ્રાપ્ત મળી રહી છે.

મેરી જુઆના બહુચ્રચિત ડ્રગ્સ છે જે મોંધુ હોવા સાથે મોટી-મોટી પાર્ટીઓમાં લેવાતું હોય છે. અને ઘુસણખોરો માટે ગુજરાત એક સેફ ઝોન સાબિત થઈ રહ્યું હોય તેમ હવે કેન્દ્રીય એજન્સીઓની નજર હવે કચ્છ ના દરિયાઈ સીમારેખા પર છે.

કચ્છના જ રસ્તે આતંકી ગતિવિધીઓથી માંડીને વિવિધ ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં આવે છે. DRI, કસ્ટમ, અને ATS,પછી હવે NCBએ કચ્છના મુન્દ્રામાંથી ડ્રગ્સ ઝડપી લીધું છે. કહેવાય છે કે NCB દિલ્હીએ ગુજરાતમાં આવી લગભગ પહેલી જ વાર આટલી મોટી કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે  ઓક્ટોબરમાં 21 હજાર કરોડનું હેરોઈન પણ અહીં મુન્દ્રા બંદરે થી જ મળી આવ્યું હતું. જેને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.  ટેલ્કમ પાઉડરથી આળસ લઇ  અફઘાનિસ્તાનથી કચ્છના મુન્દ્રા બંદરે આ ડ્રગ લાવવામાં આવ્યું  હતું.