WPI Inflation Index/ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ થઇ સસ્તી, ઓકટોબરમાં મોઘવારી દરમાં આટલો ઘટાડો નોંધાયો

ઓકટોબર મહિનાના WPIના આંકડા સામે આવ્યા છે તે જોતા દેશવાસીઓ માટે ખુશીના સમાચાર છે.

Top Stories India
13 8 દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ થઇ સસ્તી, ઓકટોબરમાં મોઘવારી દરમાં આટલો ઘટાડો નોંધાયો

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, પણ એક રાહતના સમાચાર સામે આવ્યા છે, ઓકટોબર મહિનાના WPIના આંકડા સામે આવ્યા છે તે જોતા દેશવાસીઓ માટે ખુશીના સમાચાર છે.  ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા પર આવી ગયો છે. મહિના દર મહિનાના આધાર પર જોવામાં આવે તો તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેનાથી લોકોને સતત વધતી જતી મોંઘવારીમાંથી રાહત મળી છે.

જથ્થાબંધ ફુગાવો 9 મહિનાના નીચા સ્તરે
જથ્થાબંધ મોંઘવારી દર સતત 18 મહિના સુધી ડબલ ડિજિટમાં આવી રહ્યો હતો અને આ વખતે આ આંકડો 10 ટકાથી પણ નીચે આવી ગયો છે, જેના કારણે તે 19 મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. અગાઉ માર્ચ 2021માં ફુગાવાનો દર ઓછો જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બર અને ઓગસ્ટ માટે જથ્થાબંધ ફુગાવાના દરો
સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 10.7 ટકા હતો અને તે અગાઉના મહિને એટલે કે ઓગસ્ટમાં 12.41 ટકાની સરખામણીએ ઘટ્યો હતો. સપ્ટેમ્બરમાં આવેલા ડેટા સતત 18મા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર દસ અંકથી વધુ દર્શાવે છે.

કયા ક્ષેત્રોમાં ફુગાવો ઘટ્યો?
ઘણા સેગમેન્ટમાં ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે અને તે નીચે આવ્યો છે. ઉત્પાદિત ઉત્પાદનોનો મોંઘવારી દર ઘટીને 4.42 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 6.34 ટકા હતો. આ સિવાય ઈંધણ અને પાવર સેગમેન્ટનો મોંઘવારી દર પણ ઘટીને 23.17 ટકા પર આવી ગયો છે, જેનો આંકડો ગત વખતે 32.61 ટકા હતો.