Not Set/ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા ફરાર

નીરજ આર્યા નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં…

Ahmedabad Gujarat
નીરજ આર્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોલીસ જાપ્તામાંથી  GST કૌભાંડનો આરોપી ફરાર થઈ જતાં દોડધામ મચી ગઇ છે.  નીરજ આર્યા  નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચો :પાટનગર ગાંધીનગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ ઝડપાયા

પરંતુ ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો.આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો છે. ડેપ્યુટી ડાયરેક્ટર GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :હજારીગરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, પાણી અને ખાતરનો ખર્ચ થાય છે ઓછો

મહત્વનું છે કે આરોપી નીરજ આર્યા ભાવનગરના બોગસ બિલ કૌભાંડનો આરોપી છે. સ્ટેટ જીએસટી વિભાગે રાજકોટના ઈન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રૂપ ઉપર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.માંથી રૂપિયા 30 કરોડ અને આયાષ મેટાકાસ્ટ પ્રાઈવેટ લિમીટેડમાંથી રૂપિયા 2 કરોડની કરચોરી પકડાઈ હતી.

આ પણ વાંચો :  કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

આ પણ વાંચો :મોરબીમાં નવા રોડ-રસ્તા બનાવવા કવાયત, 3.25 કરોડના ખર્ચે નવા રોડ તૈયાર કરાયા

આ પણ વાંચો :આરોગ્ય ટીમ દ્વારાયાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું