World Cup 2023/ સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવીને નેધરલેન્ડ ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય,જાણો 10 ટીમના નામ

નેધરલેન્ડની ટીમ ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમે ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

Top Stories Sports
10 સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવીને નેધરલેન્ડ ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય,જાણો 10 ટીમના નામ

નેધરલેન્ડની ટીમ ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમે ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે નેધરલેન્ડ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી 10મી ટીમ બની ગઈ છે.બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ડચ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી સ્કોટિશ ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડે 42.5 ઓવરમાં 6 વિકેટે 278 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

બાસ ડી લીડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 123 રન બનાવવાની સાથે તેણે 5 વિકેટ પણ લીધી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં આ સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન છે.તે 2023 વર્લ્ડ કપમાં ડચ ટીમનો ભાગ બની શકે છે. તેના પિતા ટિમ ડી લીડે 1996, 2003, 2007 ODI વર્લ્ડ કપમાં રમ્યા હતા. તેણે 2003 વર્લ્ડ કપમાં ભારત સામે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સહિત 4 વિકેટ લીધી હતી.નેધરલેન્ડે છેલ્લે ભારતમાં વર્લ્ડ કપ રમ્યો હતો, ટીમે 2011ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ વખતે પણ ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

વર્લ્ડ કપમાં  પહોંચી આ ટીમો

1. ન્યુઝીલેન્ડ 2. ઈંગ્લેન્ડ 3. ભારત 4. ઓસ્ટ્રેલિયા 5. પાકિસ્તાન 6. દક્ષિણ આફ્રિકા 7. બાંગ્લાદેશ 8. અફઘાનિસ્તાન 9. શ્રીલંકા 10. નેધરલેન્ડ