Banaskantha News : આજથી સુશાસન, એકતા અને વિકાસના નવા અધ્યાયની સાથે વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ કરાયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે નવીન વાવ – થરાદ કલેકટર કચેરીનો શુભારંભ કરાયો. લોકોએ ગુજરાતમાં નવો 34મો જિલ્લો અસ્તિત્વમાં આવતા ઢોલનગરા વગાડી આનંદ વ્યક્ત કર્યો હતો.
થરાદની નર્મદા નિગમની કચેરીમાં હાલ કલેક્ટર કચેરી, વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીમાં SP કચેરી અને DDO કચેરી તાલુકા પંચાયતની કચેરીમાં આજથી કાર્યવિન્ત થઈ. વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ,સુઇગામ, ભાભર, લાખણી, દિયોદર, રાહ અને ધરણીધર તાલુકાઓનો સમાવેશ કરાયો છે.
કોણે કોણે ચાર્જ સંભાળ્યો
વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર તરીકે જે એસ પ્રજાપતિએ ચાર્જ સંભાળ્યો
કાર્તિક જીવાણીએ ડીડીઓ તરીકેનો લીધો ચાર્જ
ચિંતન તેરૈયાએ વાવ-થરાદ જિલ્લામા એસપી તરીકેનો સાંભળ્યો ચાર્જ
આજથી વાવ થરાદ જિલ્લો સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે ચાર નવા તાલુકાઓ રાહ, હડાદ,ઓગડ અને ધરણીધર પણ અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેરછાઓ પાઠવીને નવીન વાવ-થરાદ જિલ્લાની કલેકટર કચેરીનું રીબીન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો.
ખોરડા, જેતડા, ભોરડું અનેખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો અને થરાદ થી રાહ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે.
સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી હતી. નવીન વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ થયો છે.
નવનિર્મિત જિલ્લામાં 2 નગરપાલિકા, 8 તાલુકા,, 416ગામડા તથા 9 લાખ 78 હજાર 840 વસ્તીનો સમાવેશ થાય છે. વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન.જે.તેરૈયાએ આજે પોતાનો વિધિવત ચાર્જ સાંભળ્યો હતો.
આ પણ વાંચો:વડીયાના તોરી ગામે ગ્રામ પંચાયતે ખેડૂતોએ કર્યો હોબાળો, વ્હાલા દવલાની નીતિ ના આક્ષેપ
આ પણ વાંચો:અમરેલીમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો
આ પણ વાંચો:ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ, અમરેલીમાં ભાજપના નેતાએ ખોલી પોલ

