નિર્ણય/ પહેલી ડિસેમ્બરથી વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન

આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એર ફેસિલિટી પોર્ટ પર 14 દિવસનો પ્રવાસ ઇતિહાસ અને નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે

Top Stories World
4 3 2 પહેલી ડિસેમ્બરથી વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન

કેન્દ્ર સરકારે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને ભારતમાં પ્રવેશતા રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી હતી, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ હેઠળ, તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એર ફેસિલિટી પોર્ટ પર 14 દિવસનો પ્રવાસ ઇતિહાસ અને નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકામાંથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોન મળી આવતા હાહાકાર થઇ ગયો છે,નવા વેરિઅન્ટના લીધે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે. કોરોનાના લીધે પરિસ્થતિ બેકાબૂ ના બને તે માટે હવે તમામ દેશો પહેલાથી જ અગમચેતી પગલાં લઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ છે. દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માહિતી ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ વિભાગે જાહેર કરી છે.  હાલમાં દક્ષિણ આફ્રિકામથી મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરીએંટ ઓમિક્રોન દુનિયાભરમાં દહેશત ફેલાવી રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર દિવસમાં આ વાઇરસે દુનિયાના 8 દેશોમાં એન્ટ્રી પણ કરી છે. જેમાં દક્ષિણ આફ્રિકા, ઈઝરાયેલ, હોંગકોંગ, બોત્સ્વાના, બેલ્જિયમ, જર્મની, ચેક રિપબ્લિક અને યુકેનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાને ઓમિક્રોનના પ્રથમ કેસ વિશે જાણ કરી હતી. WHOએ દક્ષિણ એશિયાના દેશોને નવા વેરિઅન્ટને લઈને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપી છે.

કોરોના પર નિયંત્રણ લાવવા માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ઓમિક્રોન ભારતમાંથી આવતો રોકવા માટે થઇને  આ નિર્ણય કર્યો છે.