Not Set/ અમેરીકામાં નવો કાયદો દુષ્કર્મનાં અપરાધીને પેરોલ પહેલા નપુંસક બનાવાશે!!!

દુષ્કર્મનાં ગુના સામે કડક પગલાં લેવાની માંગને ધ્યાનમાં રાખીને, વિશ્વનાં આ દેશનાં આ રાજ્યએ કઇક એવી સજા અમલી કરી છે કે જે સાંભળીને દુષ્કર્મનાં ગુનેગારોનાં હાજા ગગડી જાય. અમેરિકાનાં અલાબામા રાજ્ય દ્રારા દુષ્કર્મ આચરનારાઓ સામે કડક હાથે કામ લેવાની અને સમાજમાં દાખલા રૂપ સજા ફટકારવાની શરુઆત કરવામાં આવી છે. અલાબામમાં બનાવવામા આવેલા નવા કાયદા પ્રમાણે, […]

Top Stories World
RAPE3 1 અમેરીકામાં નવો કાયદો દુષ્કર્મનાં અપરાધીને પેરોલ પહેલા નપુંસક બનાવાશે!!!
દુષ્કર્મનાં ગુના સામે કડક પગલાં લેવાની માંગને ધ્યાનમાં રાખીને, વિશ્વનાં આ દેશનાં આ રાજ્યએ કઇક એવી સજા અમલી કરી છે કે જે સાંભળીને દુષ્કર્મનાં ગુનેગારોનાં હાજા ગગડી જાય. અમેરિકાનાં અલાબામા રાજ્ય દ્રારા દુષ્કર્મ આચરનારાઓ સામે કડક હાથે કામ લેવાની અને સમાજમાં દાખલા રૂપ સજા ફટકારવાની શરુઆત કરવામાં આવી છે. અલાબામમાં બનાવવામા આવેલા નવા કાયદા પ્રમાણે, હવેથી તમામ દુષ્કર્મનાં અપરાધીઓને જો પેરોલ લેવી હશે તે પહેલા નપુંસક બનાવી દેવામાં આવશે. નવો કાયદો અનુસાર દુષ્કર્મનાં અપરાધીઓને પેરોલ પર છોડવા પહેલા તેની જનેન્દ્રીઓને નબળી પાડવા અને શિથિલ કરી દેવા રસાયણો અને દવાનનો ઉપયોગ કરવામા આવશે.

આ રાજ્ય કઠોર, નબળા imposters બનાવવા ચીસ પાડવી

અમેરીકાનાં અલાબામામાં હવેથી 13 વર્ષથી નાની ઉમરનાં બાળકો સાથે દુષ્કર્મ કે દુષ્કૃત્યના અપરાઝધીને કાયદા અનુસાર આવા ગુનેગારોને પેરોલ પર છોડવામાં આવે તે પહેલા નપુંસકતાનાં ઈન્જેક્શન લાગાવવામા આવશે. જો કે ઈન્જેક્શનથી કાયમી નપુંસકતા આવતી નથી પરંતુ કોઇ ચોકક્સ સમય માટે અપરાધીની જનેન્દ્રીઓ શિથિલ કરી શકાય છે  જેથી વ્યક્તિની સેક્સ આદતોમાં  ઘટાળો લાવી શકાશે. હાલ તો આવા દુષ્કર્મનાં અપરાઘીઓને પેરોલ પહેલા 1 મહિના પહેલા આ ઇન્જેક્શન આપવામા આવશે.
આ રાજ્ય કઠોર, નબળા imposters બનાવવા ચીસ પાડવી
કાયદા અનુસાર આ ઇન્જેકશનનો તમામ ખર્ચ અપરાધી પાસેથી વસુલવામા આવશે અને જો કોઇ અપરાધી આ ખર્ચ આપવા સક્ષમ ન હોય અથવા ખર્ચ આપવા માંગતા ન હોય તો તેને પેરોલ પર છોડવમા આવશે નહી. અલાબામામાં આ કાયદો અમલિ થતા હવે અમેરિકામાં અલાબામા 7મું રાજ્યો હશે જ્યાં રાસાયણિક કાસ્ટ્રેશનનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. રાસાયણિક કાસ્ટ્રેશનમાં એક ખાસ પ્રકારની  ટેબ્લેટ અથવા ઈન્જેક્શનનો ઉપયોગ થાય છે. આ દવાઓ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને અસર કરે છે અને વ્યક્તિની સેક્સ ડ્રાઇવને નબળી બનાવે છે. જો કે એજન્સીનાં જણાવ્યા અનુસાર સારવાર બંધ થઈ જાય પછી તેની અસર ઓછી થાઇ જાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.