Covid 19/ સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત

સિંગાપોરમાં કોરોના KP.2 અને KP.1 ના નવા પ્રકારો ઝડપથી ફેલાઈ રહ્યા છે. હાલમાં કોવિડ-19ના આ નવા વેરિઅન્ટ્સે ભારતમાં પ્રવેશ કર્યો છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 05 22T080952.708 સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત

સિંગાપોરમાં કોરોના KP.2 અને KP.1 ના નવા પ્રકારો ઝડપથી ફેલાઈ રહ્યા છે. હાલમાં કોવિડ-19ના આ નવા વેરિઅન્ટ્સ ભારતમાં દસ્તક દેતા જોવા મળતા સ્વાસ્થ્ય મંત્રાલય સહિત લોકોમાં પણ ચિંતા જોવા મળી. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસની પુષ્ટિ થઈ છે. આ બંને પેટા વેરિયન્ટ્સ સિંગાપોરમાં ચેપના કેસોમાં વધારા માટે જવાબદાર છે. આ બંને JN1 વેરિઅન્ટના સબવેરિયન્ટ છે અને હોસ્પિટલમાં દાખલ થવાના અને ગંભીર બીમારીના કેસ સાથે સંકળાયેલા નથી.

જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે આ તમામ JN1ના સબ-વેરિઅન્ટ્સ છે. તે લોકો માટે ખૂબ જોખમી નથી. તેથી ગભરાવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જણાવી દઈે કે ભારતમાં, 290 લોકોને કોવિડ-19ના સબ-વેરિઅન્ટ KP.2 અને KP.1 સાથે 34 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થતા કોવિડ-19ની વધુ એક લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્સાકગ આ બાબત પ્રત્યે સંવેદનશીલ છે અને જો નવા પ્રકારો બહાર આવે તો તેનો સામનો કરી શકે છે. Insacag અનુસાર, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ના કુલ 34 કેસ નોંધાયા હતા, જેમાંથી 23 કેસ એકલા બંગાળમાં નોંધાયા હતા. આ ઉપરાંત ગોવામાં એક, ગુજરાતમાં બે, હરિયાણામાં એક, મહારાષ્ટ્રમાં ચાર, રાજસ્થાનમાં બે અને ઉત્તરાખંડમાં એક કેસ નોંધાયો છે. KP.2 સબ-વેરિઅન્ટના 290 કેસ છે, જેમાંથી સૌથી વધુ 148 કેસ એકલા મહારાષ્ટ્રના છે.

આ ઉપરાંત દિલ્હીમાં એક, ગોવામાં 12, ગુજરાતમાં 23, હરિયાણામાં ત્રણ, કર્ણાટકમાં ચાર, મધ્યપ્રદેશમાં એક, ઓડિશામાં 17, રાજસ્થાનમાં 21, ઉત્તર પ્રદેશમાં આઠ, ઉત્તરાખંડમાં 16 અને બંગાળમાં 36 છે. વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. સિંગાપોરમાં તાજેતરના દિવસોમાં કોવિડ-19ની લહેર જોવા મળી છે અને 5 થી 11 મે વચ્ચે KP.1 અને KP.2 સબવેરિયન્ટ્સ સાથે ચેપના 25,900 કેસ નોંધાયા છે.

INSACOG શું છે?
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ 30 ડિસેમ્બર 2020 ના રોજ ભારત સરકાર દ્વારા સ્થાપિત જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ (RGSL)નું રાષ્ટ્રીય મલ્ટિ-એજન્સી કન્સોર્ટિયમ છે. શરૂઆતમાં આ કન્સોર્ટિયમમાં 10 પ્રયોગશાળાઓનો સમાવેશ થતો હતો. INSACOG હેઠળ પ્રયોગશાળાઓનો વ્યાપ પાછળથી વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને હાલમાં આ સંઘ હેઠળ 28 પ્રયોગશાળાઓ છે, જે SARS-CoV-2 માં જીનોમિક ભિન્નતાઓનું નિરીક્ષણ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ